એશિયા કપ હોકીમાં ભારતની પ્રથમ સુપર-4ની મેચ ડ્રો
એશિયા કપ હોકીમાં સુપર 4 મેચો હવે શરૂૂ થઈ ગઈ છે. ભારતીય ટીમે સતત ત્રણ મેચ જીતીને સુપર 4 માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. જ્યારે ભારતને કોરિયા સામે પોતાની પહેલી મેચ રમવાની હતી, ત્યારે મેચ ડ્રો થઈ હતી બંને ટીમોએ 2-2 ગોલ કર્યા હતા. પરંતુ આ પછી પણ છેલ્લી ઘડી સુધી મેચ રોમાંચક રહી. ભારતીય ટીમને ફાઈનલમાં પહોંચવા માટે મજબૂત દાવેદાર માનવામાં આવે છે.
કોરિયા સામે રમાયેલી એશિયા કપ હોકીની સુપર 4 મેચમાં ભારતે પહેલો ગોલ ઘણો વહેલો કર્યો હતો, પરંતુ તે પછી કોરિયન ટીમે વળતો પ્રહાર કર્યો અને બે સતત ગોલ કરીને પહેલા બરાબરી કરી અને પછી લીડ મેળવી. તે સમયે એવું લાગતું હતું કે ભારત મેચ હારી જશે, પરંતુ છેલ્લા ક્વાર્ટરમાં એક ગોલે અજાયબી કરી. અંતે મેચ ડ્રોમાં સમાપ્ત થઈ.
મેચ શરૂૂ થયાના થોડા સમય પછી હાર્દિક સિંહે પહેલો ગોલ કરીને ભારતીય ટીમને લીડ અપાવી. પરંતુ જુગરાજ સિંહની ભૂલને કારણે કોરિયાને પેનલ્ટી સ્ટ્રોક મળ્યો, જેને ટીમે ગોલમાં રૂૂપાંતરિત કરીને બરાબરી કરી. આ પછી કોરિયાને પેનલ્ટી કોર્નર મળ્યો, જેના પછી સ્કોર કોરિયાના પક્ષમાં 2-1 થઈ ગયો. છેલ્લી ક્ષણે મનદીપ સિંહે ભારત માટે ગોલ કર્યો અને મેચ બરાબર થઈ ગઈ. થોડા સમય માટે એવું લાગતું હતું કે ભારત આ મેચ જીતી જશે, પરંતુ કોરિયાએ પણ સારું રમ્યું અને કોઈ ગોલ થવા દીધો નહીં.