For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝ જીતવાનું ભારતનું સ્વપ્ન રોળાયું, પ્રથમ ટેસ્ટમાં શરમજનક હાર

12:54 PM Dec 29, 2023 IST | Bhumika
સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝ જીતવાનું ભારતનું સ્વપ્ન રોળાયું  પ્રથમ ટેસ્ટમાં શરમજનક હાર

ભારતીય ટીમ સાઉથ આફ્રિકામાં અત્યાર સુધી ક્યારેય ટેસ્ટ સિરીઝ જીતી શકી નથી. આ વખતે આશા હતી કે રોહિતની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા આ કમાલ કરી દેશે. પરંતુ આ સપનું તૂટી ગયું છે. સેન્ચુરિયનમાં રમાયેલી બે ટેસ્ટ મેચની સિરીઝના પ્રથમ મુકાબલામાં ભારતીય ટીમને એક ઈનિંગ અને 32 રનથી હાર મળી છે. વરસાદને કારણે પ્રથમ બે દિવસમાં આશરે 134 ઓવરની રમત શક્ય બની હતી. તેમ છતાં ભારતીય ટીમ ત્રીજા દિવસે મેચ હારી ગઈ. સાઉથ આફ્રિકાએ પ્રથમ ઈનિંગમાં 408 રન બનાવ્યા હતા, જ્યારે ભારતીય ટીમ 245 રનમાં આઉટ થઈ ગઈ હતી. સાઉથ આફ્રિકાને પ્રથમ ઈનિંગમાં 163 રનની લીડ મળી હતી. ભારતીય ટીમ બીજી ઈનિંગમાં માત્ર 131 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. સાઉથ આફ્રિકાએ આ સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. હવે આ સિરીઝ આફ્રિકા જીતશે અથવા ડ્રો થશે.
163 રનની લીડ સાથે ઉતરેલી સાઉથ આફ્રિકાએ રોહિત શર્માને શૂન્ય રને બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ નાંદ્રે બર્ગરે યશસ્વી જાયસવાલને આઉટ કરી ભારતને બીજો ઝટકો આપ્યો હતો. ત્યારબાદ શુભમન ગિલ પણ 26 રને માર્કો યાનસેનનો શિકાર બન્યો હતો. શ્રેયસ અય્યર 6 અને રાહુલ 4 રન બનાવી આઉટ થયા હતા. ભારત તરફથી વિરાટ કોહલીએ 76 રન ફટકાર્યા હતા.
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ પહેલી ઈનિંગમાં 245 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી કેએલ રાહુલ (101) સૌથી વધુ રન બનાવ્યા હતા. આ સિવાય વિરાટ કોહલીએ 38, શ્રેયસ અય્યરે 31, શાર્દુલ ઠાકુરે 24 રનનું યોગદાન આપ્યું હતું.
યશસ્વી જાયસવાલ 17, રોહિત શર્મા 5, શુભમન ગિલ 2, અશ્વિન 8 રન બનાવી આઉટ થયા હતા. આફ્રિકા તરફથી કગિસો રબાડાએ 59 રન આપી પાંચ વિકેટ ઝડપી હતી. આ સિવાય નાંદ્રે બર્ગરને 3 સફળતા મળી હતી.
સાઉથ આફ્રિકા તરફથી પ્રથમ ઈનિંગમાં ડીન એલ્ગરે 185 રન બનાવ્યા હતા. આ સિવાય બેડિંગઘમ 58, માર્કો યાનસેને 84 રન બનાવ્યા હતા. માર્કરમ 5, કીગન પીટરસન 2 રન બનાવી આઉટ થયા હતા. ભારત તરફથી બુમરાહે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. આ સિવાય સિરાજને બે સફળતા મળી હતી.

Advertisement

કિંગ કોહલીએ સર્જ્યા નવા કીર્તિમાન

વિરાટ કોહલીએ IND VS SAની પ્રથમ ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં શાનદાર 82 બોલમાં 76 બનાવ્યા હતા, આ સાથે તેના નામે વધુ એક વિશેષ માઇલસ્ટોન નોંધાયો છે. કિંગ કોહલી આ કેલેન્ડર વર્ષ 2023 માં 2000 આંતરરાષ્ટ્રીય રન પૂરા કરવાના મામલે નંબર 1 બની ગયો છે. કિંગ કોહલીએ 7 વખત આ કારનામું કર્યું છે, તેની પહેલા શ્રીલંકાના કુમાર સંગાકારાએ 6 વખત આ સિદ્ધિ મેળવી હતી. ભારતની બીજી ઈનિંગ પહેલા વિરાટ કોહલી સાઉથ આફ્રિકા સામે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનારની યાદીમાં ચોથા ક્રમે હતો, પરંતુ બીજી ઈનિંગમાં બેટથી 76 રન બનાવ્યા બાદ કિંગ કોહલી આ લિસ્ટમાં એકમાત્ર એવો બની ગયો છે, જે બીજા નંબરે પહોંચી ગયો છે. આ સમયગાળા દરમિયાન તેણે રાહુલ દ્રવિડ અને વીરેન્દ્ર સેહવાગને પાછળ છોડ્યા છે. સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કમાં આયોજિત આ મેચમાં હાર બાદ ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં બાંગ્લાદેશથી નીચે પાંચમા ક્રમાંકે પહોંચી ગઈ છે. આ સાથે જ દક્ષિણ આફ્રિકાને મોટો ફાયદો થયો છે અને તે ભારત સામે શાનદાર જીત પ્રાપ્ત કર્યા બાદ પ્રથમ સ્થાને આવી ગઈ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement