સાઉથ આફ્રિકા સામે બીજી ટેસ્ટમાં ખરાબ શરૂઆત બાદ ભારતની વાપસી
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ આજે ગુવાહાટીમાં રમાઈ રહી છે. બરસાપારા સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલ રમી રહ્યો નથી. તેની જગ્યાએ રિષભ પંત કેપ્ટનશીપ કરી રહ્યો છે. હાલમાં પહેલા દિવસનો ત્રીજો સેશન ચાલુ છે. સાઉથ આફ્રિકાનો સ્કોર 224/5 છે. ટીમ તરફથી ટોની ડી જ્યોર્જી અને સેનુરન મુથુસામી ક્રિઝ પર છે.
વિયાન મુલ્ડર (13 રન), ટ્રિસ્ટન સ્ટબ્સ (49 રન), કેપ્ટન ટેમ્બા બાવુમા (41 રન), રાયન રિકલ્ટન (36 રન) અને એડન માર્કરમ (38 રન) આઉટ થઈ ચૂક્યા છે. ભારત તરફથી કુલદીપ યાદવે 3 વિકેટ લીધી. જ્યારે જસપ્રીત બુમરાહ અને રવીન્દ્ર જાડેજાને એક-એક વિકેટ મળી છે. સાઉથ આફ્રિકા કોલકાતા ટેસ્ટ જીતીને સિરીઝમાં 1-0થી આગળ છે. ટીમ ઈન્ડિયા પર ઘરઆંગણાની પરિસ્થિતિમાં 13 મહિનાની અંદર બીજી વાર ક્લીન સ્વીપનો ખતરો મંડરાઈ રહ્યો છે. ગયા વર્ષે ન્યૂઝીલેન્ડે ભારતને 3-0થી ટેસ્ટ સિરીઝ હરાવી હતી. સાઉથ આફ્રિકાને ભારતમાં છેલ્લી સિરીઝ જીત 25 વર્ષ પહેલાં મળી હતી.