For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વાનખેડેમાં ઈતિહાસ રચવા ભારતીય વિમેન્સ ટીમ સજ્જ, કાલથી ઓસ્ટ્રેલિયા સામે વન-ડે

12:43 PM Dec 27, 2023 IST | Sejal barot
વાનખેડેમાં ઈતિહાસ રચવા ભારતીય વિમેન્સ ટીમ સજ્જ  કાલથી ઓસ્ટ્રેલિયા સામે વન ડે

વિમેન્સ ક્રિકેટમાં ભારતીય ટીમ જો ઑસ્ટ્રેલિયા સામે બેસ્ટ-એવર ચેઝ મેળવી શકતી હોય, એની લાંબી વિજયકૂચ રોકી શકતી હોય અને પહેલી વખત ટેસ્ટમાં વિજય મેળવી શકતી હોય તો વન-ડે સિરીઝમાં પહેલી વાર વિજય કેમ ન મેળવી શકે. વાનખેડે સ્ટેડિયમમાં રવિવારે હરમનપ્રીત કૌરની કેપ્ટન્સીમાં ભારતે પહેલી વાર ઑસ્ટ્રેલિયાને ટેસ્ટ-મેચમાં પરાજિત કરી ત્યાર પછી હવે એ જ સ્થળે ગુરુવાર, 28 ડિસેમ્બરે શરૂૂ થનારી ત્રણ મેચની વન-ડે સિરીઝ જીતીને હરમનપ્રીતની ટીમ આ ફોર્મેટમાં પણ ઑસ્ટ્રેલિયા સામે નવો ઇતિહાસ રચી શકે એમ છે.
1984થી અત્યાર સુધીમાં ભારતની મહિલા ટીમે આઠ સિરીઝમાં ઑસ્ટ્રેલિયાનો સામનો કર્યો છે અને એ આઠેઆઠ સિરીઝમાં ઑસ્ટ્રેલિયાનો વિજય થયો છે : 1984માં 4-0થી, 2004માં 4-3થી, 2006માં 3-0થી, 2008માં 5-0થી, 2011માં 3-0થી, 2015માં 2-1થી, 2018માં 3-0થી અને 2021માં 2-1થી.જોકે આ વખતે વાનખેડેમાં એને ત્રણ મુકાબલાની શ્રેણીમાં હરાવીને વિમેન્સ વન-ડે ક્રિકેટમાં ભારતીય મહિલાઓ નવું પ્રકરણ શરૂૂ કરી શકશે. બન્ને દેશની મહિલા ક્રિકેટર્સ વચ્ચે કુલ 50 વન-ડે રમાઈ છે જેમાંથી 40 ઑસ્ટ્રેલિયાએ અને 10 ભારત જીત્યું છે. ગુરુવારે વાનખેડેમાં બેઉ દેશ વચ્ચે 51મી વન-ડે રમાશે. આ સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર કરવામાં આવી હતી.
જેમાં ફેબ્રુઆરીમાં અન્ડર-19 વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમની મેમ્બર અને સ્પિનર મન્નત કશ્યપને, ડબ્લ્યુપીએલની ચેમ્પિયન ટીમ મુંબઈ ઇન્ડિયન્સની મેમ્બર અને લેફ્ટ-આર્મ સ્પિનર સઇકા ઇશાકને, ઑફ-સ્પિનર શ્રેયંકા પાટીલને તેમ જ 19 વર્ષની પેસ બોલર તિતાસ સાધુને વન-ડેમાં કરીઅર શરૂૂ કરવાની તક અપાઈ છે. પેસ બોલર રેણુકા સિંહને તેમ જ વિકેટકીપર-બેટર રિચા ઘોષને વન-ડેમાં કમબેકનો મોકો મળ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement