For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શ્રીલંકા સામે ODI શ્રેણી માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત, શેફાલી વર્મા બાકાત

10:36 AM Apr 09, 2025 IST | Bhumika
શ્રીલંકા સામે odi શ્રેણી માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત  શેફાલી વર્મા બાકાત

Advertisement

શ્રીલંકામાં યોજાનારી ODI ત્રિકોણીય શ્રેણી માટે BCCIએ 15 સભ્યોની ભારતીય મહિલા ટીમની જાહેરાત કરી છે. વર્લ્ડ કપની તૈયારીઓને ધ્યાનમાં રાખીને બોર્ડે પહેલીવાર 3 નવા ખેલાડીઓને તક આપી છે. જ્યારે 4 અનુભવી ખેલાડીઓને ટીમની બહાર કર્યા છે, જેમાં ઓપનર શેફાલી વર્માનું નામ પણ સામેલ છે. જોકે, ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરનું પુનરાગમન થયું છે.

BCCI દ્વારા જાહેર કરાયેલી ટીમમાં ચાર મોટા ખેલાડીઓ બહાર છે. આમાં પેસ બોલરો રેણુકા સિંહ ઠાકુર, તિતસ સાધુ અને પૂજા વસ્ત્રાકરના નામનો સમાવેશ થાય છે. ત્રણેય બોલરો હાલમાં ઈજાઓનો સામનો કરી રહ્યા છે. તેથી, તેમને ODI ત્રિકોણીય શ્રેણીમાંથી બહાર રાખવામાં આવ્યા છે.

Advertisement

આ ત્રણ ફાસ્ટ બોલરો સિવાય ટીમની વિસ્ફોટક ઓપનર શેફાલી વર્માને ફરી એકવાર અવગણવામાં આવી છે. તેણીએ મહિલા પ્રીમિયર લીગમાં શાનદાર બેટિંગ કરી હતી. શેફાલીએ 9 ઈનિંગ્સમાં 152ના સ્ટ્રાઈક રેટથી 304 રન બનાવ્યા હતા. તે ટુર્નામેન્ટમાં ચોથા ક્રમે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતી. આમ છતાં તેને ટીમમાં સ્થાન મળ્યું નહીં.

વર્લ્ડ કપની તૈયારીઓને ધ્યાનમાં રાખીને BCCIએ પહેલીવાર ટીમમાં 3 નવા બોલરોનો સમાવેશ કર્યો છે. આમાં પહેલું નામ ફાસ્ટ બોલર કાશ્વી ગૌતમનું છે. તેણીએ મહિલા પ્રીમિયર લીગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. કાશ્વીએ ઠઙક 2025 સિઝનમાં ગુજરાત જાયન્ટ્સ માટે 9 મેચમાં 11 વિકેટ લીધી હતી. આ સિઝનમાં તે ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતી.

કાશ્વી ઉપરાંત 20 વર્ષીય ડાબોડી સ્પિનર એન ચારાણીને પણ પહેલીવાર તક મળી છે. તેણીએ દિલ્હી કેપિટલ્સ માટે બે મેચ રમી અને 4 વિકેટ લેવામાં સફળ રહી. ડાબોડી સ્પિનર શુચી ઉપાધ્યાય પણ પહેલીવાર ટીમ ઈન્ડિયાની ટીમમાં જોડાઈ છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં સિનિયર મહિલા વન-ડે ટ્રોફીમાં તેણીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે ટુર્નામેન્ટની ત્રીજી સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતી. શુચીએ 3.48ની ઈકોનોમી અને 15.44ની સરેરાશથી 18 વિકેટ લીધી હતી. તે ટુર્નામેન્ટની શ્રેષ્ઠ ખેલાડી પણ રહી હતી અને મધ્યપ્રદેશને ખિતાબ જીતવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement