For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઈંગ્લેન્ડ સામે ટેસ્ટમાં ટક્કર

12:47 PM Dec 14, 2023 IST | Sejal barot
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઈંગ્લેન્ડ સામે ટેસ્ટમાં ટક્કર

ટી-20 સીરિઝમા સરેરાશ પ્રદર્શન પછી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ હરમનપ્રીત કૌરની કેપ્ટનશિપમાં આવતીકાલના ગુરુવારે એક માત્ર ટેસ્ટ માટે ઈંગ્લેન્ડ સામે ટકરાશે. ભારતીય ટીમ સ્પિનર્સ પર નિર્ભર રહેશે. 1986થી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી 14 ટેસ્ટમાંથી ભારત માત્ર એક જ હાર્યું છે. પ્રથમ વખત ટેસ્ટમાં ભારતની કેપ્ટનશિપ કરી રહેલી હરમનપ્રીત આ રેકોર્ડને જાળવી રાખવા માંગશે.
ભારતીય ટીમે દસ દિવસમાં બે ટેસ્ટ રમવાની છે. ઈંગ્લેન્ડ સામેની મેચ બાદ ભારતીય ટીમ વાનખેડે સ્ટેડિયમમાં 21 થી 24 ડિસેમ્બર દરમિયાન ઓસ્ટ્રેલિયા સામે રમશે. ભારતે તેની છેલ્લી ટેસ્ટ સપ્ટેમ્બર 2021માં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી, જે ડ્રો રહી હતી. તે મેચમાં સ્મૃતિ મંધાનાએ 127 અને 31 રન કર્યા હતા. ઈંગ્લેન્ડે આ વર્ષે જૂનમાં નોટિંગહામમાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ રમી હતી જેમાં ટૈમી બ્યુમોન્ટે પ્રથમ દાવમાં 208 રન કર્યા હતા.
ભારતીય ટીમ સામે વર્લ્ડ ક્લાસ સ્પિન આક્રમણ છે જેમાં બંગાળના ડાબોડી સ્પિનર સાઇકા ઈશાકનો સમાવેશ થાય છે. આ વર્ષે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ડેબ્યૂ કરનાર ઈશાકે વિમેન્સ પ્રીમિયર લીગમાં 15 વિકેટ ઝડપી હતી. તેણે ઇંગ્લેન્ડ સામે ટી20માં ડેબ્યૂ કર્યું હતું અને છેલ્લી મેચમાં ત્રણ વિકેટ પણ લીધી હતી.
કર્ણાટકની શુભા સતીશ ટીમના નવા ચહેરાઓમાંથી એક છે જેણે બેંગલુરુમાં ચાર દિવસીય પ્રેક્ટિસ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. બેટ્સમેનોમાં જેમિમાહ રોડ્રિગ્ઝ અને હરલીન દેઓલે હજુ સુધી ટેસ્ટ ક્રિકેટ રમી નથી, જ્યારે એક ટેસ્ટ રમી ચૂકેલી યાસ્તિકા ભાટિયાને વિકેટકીપર તરીકે રિચા ઘોષ કરતાં પસંદગી મળી શકે છે. ફાસ્ટ બોલર રેણુકા સિંહ ઠાકુરની વાપસી થઈ છે, જેણે ટી20 સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઈશાક, સ્નેહ રાણા અને દીપ્તિ શર્મા સ્પિન વિભાગ સંભાળશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement