બાંગ્લાદેશ ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે બાંગ્લાદેશ વિરુદ્ધ રમાનારી ઘરેલુ ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. ભારતીય ટીમ આ મહિને ઘરઆંગણે બાંગ્લાદેશ વિરુદ્ધ બે મેચની ટેસ્ટ સીરીઝ રમશે. પહેલી મેચ ચેન્નઈમાં 19 સપ્ટેમ્બરથી, જ્યારે બીજી મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં યોજાશે.આ ભારતીય ટીમની માર્ચ 2024 બાદ પહેલી ટેસ્ટ સીરીઝ છે. આ સીરીઝ સાથે જ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની પણ વાપસી થઈ રહી છે. તેણે ટી20 વર્લ્ડ કપ ફાઈનલ બાદથી બ્રેક લીધો હતો. સાથે જ બીજા વિકેટકીપર તરીકે ધ્રુવ ઝુરેલની પસંદગી થઈ છે.પહેલી ટેસ્ટ માટે શ્રેયસ અય્યર, દેવદત્ત પડિક્કલ, ઈશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડને જગ્યા મળી નથી. કેએલ રાહુલને બેટ્સમેન તરીકે સામેલ કર્યો છે. કપ્તાની રોહિત શર્મા જ સંભાળશે. જ્યારે સ્પિનર તરીકે આર અશ્વીન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવની પસંદગી થઈ છે. ટેસ્ટ ટીમમાં પંતની વાપસી પંત 634 દિવસ બાદ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમમાં વાપસી કરી રહ્યો છે.
પ્રથમ ટેસ્ટ માટે ભારતીય ટીમના ખેલાડી
રોહિત શર્મા (કપ્તાન), યશસ્વી જાયસવાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ ઝુરેલ (વિકેટકીપર), આર અશ્વીન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, જસપ્રીત બુમરાહ અને યશ દયાલ.