For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓએ હાથ મિલાવ્યા, મેચ 3-3થી ડ્રો રહી

10:56 AM Oct 15, 2025 IST | Bhumika
ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓએ હાથ મિલાવ્યા  મેચ 3 3થી ડ્રો રહી

મલેશિયાના જોહર બાહરુંમાં આયોજિત સુલતાન જોહર કપમાં ભારતીય જુનિયર હોકી ટીમ અને પાકિસ્તાનની હોકી ટીમ વચ્ચે મંગળવારે મેચ રમાઈ હતી. આ મેચની શરૂૂઆત થાય તે પહેલા બંને ટીમોએ એક બીજાને હાથ મિલાવ્યા હતા જેની ચર્ચા સોશિયલ મીડિયા પર જોરદાર થઈ રહી છે. આ ચર્ચા એટલે થઈ રહી છે કારણ કે પહલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં ખટાશ આવી હતી. બંને દેશોના ખેલાડીઓએ પણ મેદાન પર એક-બીજાથી અંતર રાખ્યું હતું. એશિયા કપમાં પણ ભારતીય ક્રિકેટ ટીમે પાકના ખેલાડીઓ સાથે હાથ નહોતા મિલાવ્યા. આ પરંપરા મહિલા વર્લ્ડ કપમાં પણ જોવા મળી હતી. ભારતીય ટીમની મહિલા ખેલાડીઓએ પાકિસ્તાનની મહિલા ખેલાડીઓથી અંતર રાખ્યું હતું. મેચ અંતે 3-3થી ડ્રો રહી હતી.

Advertisement

સુલતાન જોહર કપમાં ભારત-પાક વચ્ચે મેચ રમાય તે પહેલા જ બંને દેશોની ટીમોએ હાઇ-ફાઇવ તરીકે મેચની શરૂૂઆત કરી હતી. જણાવી દઈએ કે પાકિસ્તાન હોકી મહાસંઘ (PHF)ના વરિષ્ઠ અધિકારીઓએ પહેલા જ તેના ખેલાડીઓને માનસિક રૂૂપે તૈયાર રહેવાની સૂચના આપી હતી. તેમને કહેવામાં આવ્યું હતું કે, જો ભારતીય ટીમના ખેલાડીઓ હાથ ન મિલાવે તો તેને અવગણવું જોઈએ અને કોઈપણ ભાવનાત્મક મેચ ટાળવી જોઈએ. અધિકારીએ એ પણ સમજાવ્યું કે ખેલાડીઓને મેચ દરમિયાન કોઈપણ ભાવનાત્મક પ્રતિક્રિયાઓ ટાળવાનું શીખવવામાં આવ્યું છે, જેથી રમતની સ્પર્ધા પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય. અગાઉ ઓગસ્ટ મહિનામાં પાકિસ્તાનની ટીમે ભારતમાં તેની ટીમ મોકલી નહોતી, જેનાથી ભારત-પાક વચ્ચેના સંબંધોમાં તણાવ વધ્યો છે. હવે હોકીના મેદાન પર હવે બંને દેશોની પરંપરામાં નવી શરૂૂઆત થઈ છે.

સુલ્તાન ઓફ જોહર કપ 2025 ભારતીય જુનિયર મેન્સ હોકી ટીમ માટે અત્યાર સુધીનું એક નોંધપાત્ર વર્ષ રહ્યું છે. ભારતીય ટીમે ટુર્નામેન્ટની શરૂૂઆત ગ્રેટ બ્રિટન સામે 3-2 થી રોમાંચક વિજય સાથે કરી હતી. ત્યારબાદ તેઓ ન્યુઝીલેન્ડ સામે 4-2 થી વિજય મેળવ્યો હતો. હવે પાકિસ્તાન સામે મેચ ડ્રો કરવામાં સફળ રહ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement