For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારતે બીજા દિવસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો લીધો નિર્ણય,જાણો બંને ટીમોની પ્લેઈંગ ઈવેંટ

10:40 AM Oct 17, 2024 IST | admin
ભારતે બીજા દિવસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો લીધો નિર્ણય જાણો બંને ટીમોની પ્લેઈંગ ઈવેંટ

બેંગલુરુમાં રમાનારી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ વરસાદને કારણે ધોવાઈ ગયો હતો. પરંતુ બીજા દિવસે ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. AccuWeatherના અહેવાલ મુજબ આજે પણ વરસાદની સંભાવના છે પરંતુ વરસાદ હાલ પૂરતો બંધ થઈ ગયો છે. વરસાદની 40 ટકા સંભાવના છે, જે રમતને બગાડી શકે છે.

Advertisement

ન્યૂઝીલેન્ડે ભારતમાં અત્યાર સુધીમાં 12 ટેસ્ટ સીરીઝ રમી છે પરંતુ તે એકપણ ટેસ્ટ સીરીઝ જીતી શકી નથી. ન્યૂઝીલેન્ડે છેલ્લી વખત ભારતમાં 1988માં વાનખેડે ખાતે ટેસ્ટ મેચ જીતી હતી.

ટોસ જીત્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે અમે પહેલા બેટિંગ કરવા જઈ રહ્યા છીએ, શરૂઆતમાં થોડી બેટિંગ કરવી મુશ્કેલ હોઈ શકે છે પરંતુ પિચની પ્રકૃતિ એવી છે કે તમે પહેલા બોર્ડ પર રન બનાવવા માંગો છો. અમે છેલ્લી કેટલીક ટેસ્ટ મેચોમાં સારું પ્રદર્શન કર્યું છે. અમારા માટે આ એક નવી શ્રેણી છે અને અમે સારી શરૂઆત કરવા માંગીએ છીએ. છેલ્લી ટેસ્ટથી બે ફેરફાર કરવામાં આવ્યા છે, સરફરાઝને ગિલની જગ્યાએ અને કુલદીપને આકાશની જગ્યાએ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે.

Advertisement

ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમે કહ્યું કે વિકેટ પર ઘણા સમયથી કવર છે, તેથી આશા છે કે અમે શરૂઆતમાં બોલ સાથે તેનો સારો ઉપયોગ કરી શકીશું. હવામાન થોડું ખરાબ છે, તેથી અમે અહીં સારી તૈયારી કરી શક્યા નથી. એજાઝ પટેલની સાથે અમારી પાસે ત્રણ ઝડપી બોલર છે અને અમારી પાસે બે ઓલરાઉન્ડર છે જે સ્પિન બોલિંગ પણ કરે છે.

ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

ન્યુઝીલેન્ડ પ્લેઈંગ ઈલેવન: ટોમ લાથમ (કેપ્ટન), ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, ટોમ બ્લંડેલ (વિકેટ-કીપર), ગ્લેન ફિલિપ્સ, મેટ હેનરી, ટિમ સાઉથી, એજાઝ પટેલ, વિલિયમ ઓ'રર્કે.

Advertisement
Tags :
Advertisement
Advertisement