For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારતે 26 બોલમાં જીત મેળવી, શ્રીલંકાએ વિરોધી ટીમને 23 રનમાં કરારી હાર આપી

10:47 AM Jan 21, 2025 IST | Bhumika
ભારતે 26 બોલમાં જીત મેળવી  શ્રીલંકાએ વિરોધી ટીમને 23 રનમાં કરારી હાર આપી

મલેશિયાના 6 બેટ્સમેન ‘0’ પર આઉટ, મહિલા ટી-20 વર્લ્ડ કપમાં અજબગજબ

Advertisement

આઇસીસી અંડર-19 મહિલા ટી20 વર્લ્ડ કપમાં ગજબની મેચ રમાઈ રહી છે. કોઈ મેચમાં બેટ્સમેન ધડબડાટી બોલાવે છે તો કોઈમાં બોલર તરખાટ મચાવી રહ્યાં છે. શ્રીલંકા અને મલેશિયા વચ્ચેની મેચમાં બોલર્સ કહેર બનીને તૂટી પડ્યાં હતા. ક્વાલાલંપુરમાં રમાયેલી મેચમાં શ્રીલંકાની અંડર-19 ટીમે મલેશિયાને માત્ર 23 રન પર આઉટ કરી દીધી હતી. આ જ દિવસે ભારતે વેસ્ટઈન્ડીઝને 44 રન પર ધરાશાયી કરી દીધી હતી અને માત્ર 26 બોલમાં જીત મેળવી હતી.

આઈસીસી અંડર-19 મહિલા ટી20 વર્લ્ડ કપની યજમાની મલેશિયા કરી રહી છે. યજમાન મલેશિયા માટે ટુર્નામેન્ટની પહેલી મેચ ખરાબ રહી હતી. આ મેચમાં શ્રીલંકાની અંડર 19 મહિલા ટીમે પહેલા બેટિંગ કરતા 6 વિકેટ પર 162 રન બનાવ્યાં. ટીમ તરફથી દહામી સાનેથમાએ સૌથી વધુ 55 રન બનાવ્યાં હતા. સંજના કાવિંદીએ 30 અને હિરુની હંસિકાએ 28 રન બનાવ્યાં હતા.

Advertisement

163 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મલેશિયા ટીમની શરૂૂઆત ખરાબ રહી હતી. તેણે એક રનના સ્કોર પર પહેલી વિકેટ ગુમાવી હતી. ત્યાર બાદ ટીમના બેટ્સમેન આવતા જતા રહ્યાં અને જોતજોતામાં આખી ટીમ 14.1 ઓવરમાં 23 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ. શ્રીલંકા તરફથી ચામોડી પ્રબોદાએ સૌથી વધુ 3 વિકેટ લીધી હતી.
મલેશિયાનું પ્રદર્શન કેટલુ ખરાબ રહ્યું તેનું અનુમાન એ વાત પરથી લગાવી શકાય છે કે, તેના 6 બેટ્સમેન ખાતુ ખોલાવ્યા વગર આઉટ થઈ ગયા. ઓપનર નૂર આલિયાએ સૌથી વધુ 7 રન અને સુબિકા મનિવન્નને 6 રન બનાવ્યાં હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement