2022ની કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 61 મેડલ જીત્યા હતા
22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝનો સમાવેશ
મિનિ-ઓલિમ્પિક તરીકે ઓળખાતી કોમનવેલ્થ ગેમ્સની 2030ની યજમાની અમદાવાદને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 2022માં યોજાયેલી બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન કેવું હતું અને આખી ઇવેન્ટ દરમિયાન ભારતે કેટલા મેડલ્સ પોતાને નામે કર્યાં હતા? બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે કુલ 61 મેડલ જીત્યા હતા. ભારતે ઈઠૠ 2022માં જીતેલા કુલ 61 મેડલમાં 22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારત માટે બર્મિંઘમ રાષ્ટ્રમંડળ રમતના છેલ્લા દિવસે પીવી સિંધુ, લક્ષ્ય સેન અને સાત્વિક સાઇરાજ રેન્કીરેડ્ડી તેમ જ ચિરાગ શેટ્ટીએ બેડમિન્ટનમાં અને અચંતા શરત કમલે ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા.
જ્યારે જી સાથિયાને ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બીજી બાજુ ભારતીય પુરુષ હોકી ટીમને પણ સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. ભારત મેડલ ટેલીમાં ચોથા નંબરે રહ્યું હતું. ભારતે 2018માં ગોલ્ડ કોસ્ટમાં 26 ગોલ્ડ સહિત 66 મેડલ જીતીને મેડલ ટેલીમાં ત્રીજા નંબરે રહ્યું હતું. પરંતુ 2022માં ભારત એ આંકડો પાર કરી શક્યું નહીં. ભારતે સૌથી વધુ ગોલ્ડ મેડલ કુશ્તીમાં મેળવ્યાં હતા. જેમાં દેશે છ ગોલ્ડ, એક સિલ્વર અને પાંચ બ્રોન્ઝ સહિત 12 મેડલ જીત્યાં હતા. વેઇટલિફ્ટિંગમાં ભારતે શાનદાર શરૂૂઆત કરતા ત્રણ ગોલ્ડ, ત્રણ સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. સંકેત સરગરે (પુરુષ 55 કિગ્રો) સિલ્વર મેડલ જીતીને બર્મિંઘમ 2022માં ભારતનું ખાતું ખોલ્યું હતું.