એશિયા પેસિફિક ડેફ ગેમ્સમાં ભારતે રેકોર્ડ 55 મેડલ જીત્યા, ખેલમંત્રીના હસ્તે સન્માન
8 ગોલ્ડ, 18 સિલ્વર અને 29 બ્રોન્ઝ મેડલ સાથે 21 દેશોમાં પાંચમું સ્થાન મેળવ્યું
એશિયા પેસિફિક ડેફ ગેમ્સમાં આ વખતે ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. ભારતે આ વખતે કુલ 55 મેડલ જીત્યા છે. 42 પુરુષો અને 26 મહિલાઓ સહિત 68 સભ્યોમાંથી ભારતીય ટીમે 8 ગોલ્ડ, 18 સિલ્વર અને 29 બ્રોન્ઝ મેડલ જીતીને 21 દેશોની વચ્ચે પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું છે, જે ભારતીય ખેલાડીઓનો અત્યાર સુધીનો સૌથી બેસ્ટ સ્કોર છે. આ અગાઉ ભારતીય ટીમે તાઈવાનમાં 2015 સંસ્કરણમાં 5 મેડલ જીત્યા હતા.
ભારતીય ટીમ આ ઐતિહાસિક પ્રદર્શન બાદ સોમવારે ભારત પરત ફરી. આ દરમ્યાન કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ ભારતીય ટીમને સન્માનિત કરી હતી.ભારતના કેન્દ્રીય યુવા બાબતો અને ખેલ મંત્રી ડો. મનસુખ માંડવિયાએ કુઆલાલંપુરથી ભારતીય ટીમની સફળ વાપસી કરતાં તેમને સન્માનિત કર્યા છે. કેન્દ્રીય મંત્રીએ પોતાના આવાસ પર એક વિશેષ વાતચીત દરમ્યાન કોચ અને સહયોગી સ્ટાફ સહિત ભારતીય ટીમને શુભકામના આપી છે. ડો. માંડવિયાએ કહ્યું કે, મલેશિયામાં એશિયા પેસિફિક ડેફ ગેમ્સમાં 55 મેડલ જીતીને દેશનું ગૌરવ અને સન્માન વધારવા માટે ભારતીય ટીમને શુભકામના આપું છું.
ખેલના ક્ષેત્રમાં દેશ આગળ વધી રહ્યો છે. ભારત સરકાર રમતગમતનું માળખું, પ્રશાસન અને વિશેષ કોચિંગમાં સુધાર માટે કેટલાય પગલાં ભરી રહી છે. જ્યારે તમે રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રતિસ્પર્ધા કરો છો, તો આપ ફક્ત પોતાના માટે નથી જીતતા, પણ તમારી દેશ પણ જીતે છે. આ વખતે એશિયા પેસિફિક ડેફ ગેમ્સમાં ભારતે એથ્લેટિક્સમાં સૌથી વધારે મેડલ જીત્યા. એથ્લેટિક્સમાં ભારતના નામે 28 મેડલ રહ્યા, જેમાં 5 ગોલ્ડ, 12 સિલ્વર અને 11 બ્રોન્ઝ મેડલ સામેલ છે. તો વળી બેડમિંટનમાં ભારતીય ટીમે કુલ 6 મેડલ પોતાના નામે કર્યા છે, જેમાં 3 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ છે. તો વળી શતરંજમાં 3 મેડલ (1 સિલ્વર, 1 બ્રોન્ઝ), જૂડોમાં 7 મેડલ (2 ગોલ્ડ, 5 બ્રોન્ઝ), ટેબલ ટેનિસમાં 3 મેડલ (1 સિલ્વર, 2 બ્રોન્ઝ) અને કુશ્તીમાં 8 મેડલ (1 ગોલ્ડ, 1 સિલ્વર, 6 બ્રોન્ઝ) જીત્યા.