For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કલીન સ્વીપના નિર્ધાર સાથે કાલે ભારત-સાઉથ આફ્રિકા સામે મેદાનમાં ઉતરશે

11:29 AM Nov 18, 2025 IST | admin
કલીન સ્વીપના નિર્ધાર સાથે કાલે ભારત સાઉથ આફ્રિકા સામે મેદાનમાં ઉતરશે

રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં કાલે સવારે નવ વાગ્યાથી જામશે જંગ, દર્શકો માટે ફ્રી પ્રવેશ

Advertisement

આવતીકાલે ભારત અને સાઉથ આફ્રિકા ની એ ટીમ વચ્ચે રાજકોટના નિરંજન ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ત્રીજો અને આખરી વન-ડે મેચ રમાશે. ત્રણ મેચની આ શ્રેણીમાં ભારતે પ્રથમ મેચ ચાર વિકેટ અને બીજો મેચ નવું વિકેટ જીતી લીધો હતો. બે શૂન્યથી શ્રેણીમાં આગળ રહ્યા બાદ ત્રીજા મેચમાં ભારત ક્લીન સ્વીપ તરફ આગળ વધી રહ્યું છે.
ભારત અને સાઉથ આફ્રિકા ની એ ટીમેં આજે રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે નેટ પ્રેક્ટિસ પણ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રથમ બંને વન-ડે મેચ ડે નાઇટ રમાયા હતા જ્યારે ત્રીજો મેચ ડે મેચ છે. એટલે આ મેચ સવારે 9:00 વાગે શરૂૂ થઈ જશે.

સ્વાભાવિક રીતે જ ભારતીય એ ટીમના ખેલાડીઓ ફૂલ ફોર્મ માં રમી રહ્યા છે. જે રીતે અભિષેક શર્મા અને ખાસ કરીને ઋતુરાજ ગાયકવાડે બેટિંગ કરી છે તે પ્રશંસાને પાત્ર છે. ઋતુરાજ ગાયકવાડે પ્રથમ મેચમાં સદી ફટકાર્યા બાદ બીજા મેચમાં પણ 68 રન કરીને ટીમને વિજય બનાવી હતી. આ બંને ઉપરાંત સુકાની તિલક વર્મા ઈશાન કિશન ,નિશાંત સંધુ હર્ષિત રાણા અર્શદિપસિંહ સહિતના ખેલાડીઓએ પણ પોતાનું કૌવત દાખવ્યું છે.

Advertisement

બીજી તરફ સાઉથ આફ્રિકા માટે આ મેચ મહત્વનો બની રહેશે. કારણ કે પ્રથમ બે મેચ હાર્યા બાદ તેઓ આ મેચમાં જીત માટે મહેનત કરશે. સ્વભાવિક રીતે જ પ્રથમ બે મેચ હાર્યા બાદ તેઓ પણ આ શૃંખલા જીત સાથે પૂરી કરવા માંગે છે.

રાજકોટની બેટિંગ વિકેટ ઉપર સાઉથ આફ્રિકા ના બેટ્સમેનો એ સારી શરૂૂઆત કરી નથી પહેલા વન-ડે મેચમાં પણ પેલી પાંચ વિકેટ તો માત્ર 54 રનમાં પડી ગઈ હતી પરંતુ ત્યારબાદ સાઉથ આફ્રિકા ની ટીમ 286 રન સુધી પહોંચવામાં સફળ રહી હતી. જો કે બીજા મેચમાં ટીમ માત્ર 134 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી.બીજી તરફઆફિકાના બોલરોને પણ રાજકોટની વિકેટ ફાવી નથી. રાજકોટની વિકેટ આમ પણ બેટિંગ વિકેટ માનવામાં આવે છે ત્યારે અહીં માત્ર ઝડપથી નહીં પરંતુ સ્કિલથી વિકેટ લેવી પડતી હોય છે. આવતીકાલે મેચ સવારના સત્રમાં નવ વાગ્યાથી શરૂૂ થશે ત્યારે ટોસ પણ મહત્વની ભૂમિકા ભજવશે. જે ટીમ છે તે સ્વાભાવિક રીતે જ પહેલા બેટિંગ કરવાનું પસંદ કરશે. પ્રથમ બે મેચની માફક આ મેચ પણ ક્રિકેટ રસિકો માટે ફ્રી છે એટલે કે કોઈપણ ક્રિકેટ ચાહક આ મેચ જોવા ફ્રીમાં એન્ટ્રી લઈ શકે છે. બીજો મેચ રવિવારે હોવાને કારણે પંદરથી વીસ હજાર લોકો મેચ જોવા ઉમટી પડ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement