રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભારત ગ્રૂપ સ્ટેજની એક મેચ પાકિસ્તાનમાં રમે

12:48 PM Nov 15, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે. BCCI ટૂર્નામેન્ટ માટે પોતાની ટીમને પાકિસ્તાન પ્રવાસે મોકલવા માંગતી નથી. સાથે જ PCBપણ પોતાની વાત પર અડગ છે. આ બધાની વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટૂર્નામેન્ટની યજમાની બચાવવા માટે એક નવી ફોર્મ્યુલા તૈયાર કરી છે.

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને હજુ સુધી કોઈ ઉકેલ મળ્યો નથી.પાકિસ્તાન દ્વારા આયોજિત થનારી આ ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમે પાડોશી દેશનો પ્રવાસ કરવાનો ઈનકાર કરી દીધો છે. તો બીજી તરફ પાકિસ્તાન પણ આ ટૂર્નામેન્ટ હાઈબ્રિડ મોડલ માટે તૈયાર નથી, જેના કારણે ઈંઈઈએ હજુ સુધી શેડ્યૂલ જાહેર કર્યું નથી. પાકિસ્તાનને લગભગ 28 વર્ષ બાદ ICC ટૂર્નામેન્ટની યજમાની કરવાનો મોકો મળ્યો છે. આવી સ્થિતિમાં, તે આ ટૂર્નામેન્ટ કોઈપણ સંજોગોમાં ગુમાવવા માંગતો નથી, જેના કારણે તેણે હવે બીજો નવો રસ્તો શોધી કાઢ્યો છે.

ભારતીય ટીમે ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનમાં રમવાની ના પાડી ત્યારથી આ વિવાદ ચાલી રહ્યો છે. પરંતુ પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ટૂર્નામેન્ટ બચાવવા માટે સુગમતા બતાવી શકે છે. એટલે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ટૂર્નામેન્ટના શિડ્યુલમાં કેટલાક ફેરફાર કરવા તૈયાર છે. રિપોર્ટ અનુસાર, હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ઈચ્છે છે કે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેની 3 ગ્રુપ સ્ટેજની ઓછામાં ઓછી એક મેચ પાકિસ્તાનમાં રમે. આ મેચ લાહોરના પ્રતિષ્ઠિત ગદ્દાફી સ્ટેડિયમમાં રમાશે.

આ સિવાય પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એ પણ સ્વીકારવા તૈયાર છે કે ટીમ ઈન્ડિયા તેની બાકીની ગ્રુપ સ્ટેજ મેચો હાઈબ્રિડ મોડલ હેઠળ રમી શકે છે. જો ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચશે તો આ મેચ પાકિસ્તાનની બહાર પણ યોજાશે. પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ઈચ્છે છે કે જો ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પ્રવેશ કરે છે તો તેને પાકિસ્તાન આવવું પડશે. ડ્રાફ્ટ શેડ્યૂલ અનુસાર આ ફાઈનલ મેચ લાહોરમાં રમાવવાની છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા તેની બાકીની મેચો ઞઅઊ અથવા શ્રીલંકામાં રમી શકે છે, જે 2023 એશિયા કપ દરમિયાન જોવા મળી હતી.
ભારતીય ટીમે 2008થી પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. છેલ્લા કેટલાક સમયથી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સારા નથી. આને કારણે, બંને ટીમો વચ્ચે કોઈ શ્રેણી રમાતી નથી, માત્ર ICC ટૂર્નામેન્ટ અને એશિયા કપ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચો રમાય છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટ હાઈબ્રિડ મોડલ પર રમવા માંગે છે. પાકિસ્તાનને એશિયા કપ 2023ની યજમાની પણ મળી છે.

પરંતુ તેમ છતાં ભારતીય ટીમે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો ન હતો. આ ટુર્નામેન્ટનું આયોજન હાઈબ્રિડ મોડલમાં કરવામાં આવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ પોતાની તમામ મેચ શ્રીલંકામાં રમી હતી અને ફાઈનલ પણ અહીં જ યોજાઈ હતી. આવી સ્થિતિમાં હવે તમામની નજર BCCI પર ટકેલી છે કે તે PCBના નવા પ્રસ્તાવને સ્વીકારે છે કે નહીં.

Tags :
group stage matchindiaindia newspakistanpakistan news
Advertisement
Next Article
Advertisement