For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

એશિયા હોકી કપમાં ભારતની ચીનને હરાવી વિજયી શરૂઆત

10:46 AM Aug 30, 2025 IST | Bhumika
એશિયા હોકી કપમાં ભારતની ચીનને હરાવી વિજયી શરૂઆત

દેશમાં નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી થઈ રહી છે ત્યારે ભારતીય હોકી ટીમ મેદાન પર જીત નોંધાવે તેનાથી સારું બીજું કંઈ હોઈ શકે નહીં. ભારતના મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદના જન્મદિવસ નિમિત્તે 29 ઓગસ્ટના રોજ રમત દિવસ ઉજવવામાં આવે છે. આવી સ્થિતિમાં, ભારતીય હોકી ટીમે એશિયા કપ 2025ના પોતાના પહેલા જ મેચમાં રોમાંચક વિજય નોંધાવ્યો. કેપ્ટન હરમનપ્રીત કૌરની હેટ્રિકની મદદથી, ભારતીય ટીમે પૂલ-અના પોતાની પહેલી મેચમાં ચીનને 4-3થી હરાવ્યું.

Advertisement

એશિયા કપ 2025 શુક્રવાર, 29 ઓગસ્ટથી બિહારના રાજગીરમાં શરૂૂ થયો. આ પહેલીવાર છે જ્યારે આ ટુર્નામેન્ટ બિહારમાં આયોજિત થઈ રહી છે. આવી સ્થિતિમાં, આ ટુર્નામેન્ટને લઈને ઘણો ઉત્સાહ છે. પછી જે રીતે ટીમ ઈન્ડિયાનો પહેલો મેચ પૂર્ણ થયો, તેનાથી ચાહકો વધુ રોમાંચિત થયા. જોકે, ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતીય ટીમ માટે આ એક મુશ્કેલ મેચ સાબિત થઈ, અને જીત માટે સંઘર્ષ કરવો પડ્યો.

આ પૂલ-એ મેચમાં, પહેલો ગોલ ચીન દ્વારા કરવામાં આવ્યો હતો, જ્યારે ડુ શિહાઓએ મેચની 12મી મિનિટે પેનલ્ટી કોર્નર પર ખાતું ખોલ્યું અને ચીનને 1-0ની લીડ અપાવી. પરંતુ ચીનની આ લીડ લાંબા સમય સુધી ટકી ન શકી અને 18મી મિનિટે જુગરાજ સિંહે ભારતને 1-1ની ડ્રો પર પહોંચાડ્યું. આ પછી ભારતીય ટીમનો વારો આવ્યો અને અહીં કેપ્ટન હરમનપ્રીત સિંહે પોતાની વિસ્ફોટક ડ્રેગ ફ્લિકનો જાદુ બતાવ્યો. હરમનપ્રીતે 20મી અને 33મી મિનિટમાં પેનલ્ટી કોર્નર પર 2 ગોલ કર્યા અને સ્કોર 3-1 કર્યો. પરંતુ ચીને સરળતાથી હાર ન માની અને આગામી 2 ગોલ કરીને મેચ 3-3 ની બરાબરી પર લાવી દીધી. ત્રીજો ક્વાર્ટર 3-3 ની બરાબરી સાથે સમાપ્ત થયો અને હવે ભારતીય ટીમ પાસે જીતવા માટે ફક્ત છેલ્લો ક્વાર્ટર એટલે કે 15 મિનિટ બાકી હતી. પરંતુ ચોથો ક્વાર્ટર ગોલથી શરૂૂ થયો. કેપ્ટન હરમનપ્રીતે 47મી મિનિટે પેનલ્ટી કોર્નર પર ફરીથી ગોલ કરીને ટીમને 4-3 ની નિર્ણાયક લીડ અપાવી અને પોતાની હેટ્રિક પણ પૂર્ણ કરી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement