ભારત-શ્રીલંકા સિરીઝનું શેડ્યૂલ જાહેર, 26મીથી પ્રથમ T-20
ત્રણ મેચોની વનડે સિરીઝનો પ્રથમ મેચ 1 ઓગસ્ટના
ભારતીય ટીમ હાલમાં ઝિમ્બાબ્વે સામે સિરીઝ રમી રહી છે. ત્યાર બાદ તેને શ્રીલંકા જવાનું છે. જ્યાં 3 મેચની ટી20 અને પછી 3 મેચની વનડે સીરીઝ રમવાની છે.આ બંને સીરીઝનું શિડ્યૂલ જાહેર થઈ ગયું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરને નવા હેડ કોચ બનાવ્યા છે. હવે ગંભીર આ શ્રીલંકા પ્રવાસથી પોતાના કોચિંગની શરુઆત કરશે. ટી20 વર્લ્ડ કપ 2024 બાદ શુભમન ગિલની કપ્તાનીમાં યુવા ભારતીય ટીમ ઝિમ્બાબ્વેમાં છે. અહીં બંને ટીમ વચ્ચે 5 મેચોની ટી20 સીરીઝ રમાઈ રહી છે. ત્યાર બાદ ભારતીય ટીમ શ્રીલંકા જશે. જો કે, હાલમાં શ્રીલંકાના પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ નથી. કહેવાય છે કે આ અઠવાડીયના અંતમાં ટીમની જાહેરાત થઈ જશે. આ પ્રવાસ માટે ભારતીય ટી20 ટીમની કપ્તાની હાર્દિક પંડ્યાને સોંપી શકે છે. જ્યારે વનડે કમાન કેએલ રાહુલને આપી શકે છે.
તેનું કારણ રોહિત શર્માનું આરામ રહેશે. તે વર્લ્ડ કપ બાદથી ટી20 ઈન્ટરનેશનલમાં સંન્યાસ લઈ ચુક્યો છે. ત્યારે આવા સમયે ટી20માં હાર્દિક પંડ્યા અને વનડેમાં રાહુલ કપ્તાન હોય શકે છે. ટી 20 મેચ સાંજે તો વન ડે બપોરે હશે.
ભારતીય ટીમ આ પ્રવાસની શરુઆત 26 જૂલાઈથી કરશે. ભારત અને શ્રીલંકાની વચ્ચે સૌથી પહેલા 3 મેચોની ટી20 સીરીઝ રમશે. આ તમામ મેચ પલ્લેકેલમાં ભારતીય સમયાનુસાર સાંજના 7 વાગ્યાથી રમાશે. ત્યાર બાદ બંને ટીમો વચ્ચે 3 મેચોની વનડે સીરીઝ રમાશે. પહેલી વન ડે મેચ 1 ઓગસ્ટે રમશે. આ સીરીઝની તમામ વન ડે મેચ શ્રીલંકાની રાજધાની કોલંબોમાં રમાશે. 50-50 ઓવરની આ એકદિવસીય મેચ ભારતીય સમયાનુસાર બપોરે 2.30 કલાકે રમાશે.