એશિયા કપ અન્ડર-19 માટે ભારતીય ટીમ જાહેર, મોહમ્મદ અમાન કેપ્ટન
પ્રથમ મેચ 30મીએ દુબઇમાં પાકિસ્તાન સામે
ભારતીય જુનિયર ટીમને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જુનિયર પસંદગી સમિતિએ આગામી 50-ઓવરના અઈઈ મેન્સ ઞ19 એશિયા કપ 2024 માટે ભારતની 15-સભ્યોની ઞ19 ટીમની જાહેરાત કરી છે.
18 વર્ષના મોહમ્મદ અમાનને ભારતીય ટીમની કમાન સોંપવામાં આવી છે. ઞ19 એશિયા કપ 2024 સંયુક્ત આરબ અમીરાત (ઞઅઊ) માં યોજાશે. આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લેશે.
આ સ્પર્ધામાં સૌથી સફળ ટીમ ભારત ઞ19 જેણે આઠ વખત ટુર્નામેન્ટ જીતી છે, તેને ગ્રુપ અમાં રાખવામાં આવી છે, જેમાં પાકિસ્તાન ઞ19, જાપાન ઞ19 અને ઞઅઊ ઞ19 પણ સામેલ છે. બીજી તરફ, ગ્રુપ ઇમાં અફઘાનિસ્તાન ઞ19, બાંગ્લાદેશ ઞ19, નેપાળ ઞ19 અને શ્રીલંકા ઞ19 સામેલ છે.
ટૂર્નામેન્ટ પહેલા, ભારતની અંડર 19 ટીમ 26 નવેમ્બરે શારજાહમાં પ્રેક્ટિસ મેચમાં બાંગ્લાદેશની અંડર 19 સામે ટકરાશે. ભારતીય અંડર 19 ક્રિકેટ ટીમ 30 નવેમ્બરે દુબઈમાં પાકિસ્તાન અંડર 19 ટીમ સામે ટૂર્નામેન્ટમાં તેના અભિયાનની શરૂૂઆત કરશે. આ પછી ભારતનો મુકાબલો 2 અને 4 નવેમ્બરના રોજ શારજાહમાં જાપાનની ઞ19 અને ઞઅઊની ઞ19 ટીમો સામે થશે.
ભારતની U19 ટીમનું શેડ્યૂલ
ભારત અંડર-19 વિ પાકિસ્તાન અંડર-19: 30 નવેમ્બર, દુબઈ (10:30 સવારે IST)
ભારત અંડર-19 વિ જાપાન અંડર-19: 2 ડિસેમ્બર, શારજાહ (10:30 સવારે IST)
ભારત અન્ડર-19 વિ ઞઅઊ અન્ડર-19: 4 ડિસેમ્બર, શારજાહ (10:30 સવારે IST)
પ્રથમ સેમિફાઈનલ મેચ: 6 ડિસેમ્બર, દુબઈ (સવારે 10:30 IST)
બીજી સેમિફાઇનલ મેચ: 6 ડિસેમ્બર, શારજાહ (સવારે 10:30 IST)
ફાઈનલ મેચ: 8 ડિસેમ્બર, દુબઈ (સવારે 10:30 IST)