30 નવેમ્બરથી ભારત-સાઉથ આફ્રિકા વન-ડે શ્રેણી, રોહિત-કોહલીને તક મળશે
ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી વનડે મેચ 9 વિકેટથી પોતાના નામે કરી છે. આ મેચમાં ભારત માટે બોલર અને બેટ્સમેન બંન્નેએ શાનદાર પ્રદર્શન કર્યું હતુ. હવે ઓસ્ટ્રેલિયા સામે વનડે સીરિઝ બાદ ભારતીય ટીમ તેની આગામી વનડે સીરિઝ સાઉથ આફ્રિકા સામે પોતાના ઘરે રમશે. સાઉથ આફ્રિકાની ટીમ અને ભારતીય ટીમ વચ્ચે 3 વનડે મેચની સીરિઝ 30 નવેમ્બરથી શરુ થશે. એટલે કે જો ભારતીય પસંદગીકારો રોહિત શર્મા અને વિરાટ કોહલીને પસંદ કરે તો તેઓ 30 મી નવેમ્બરે સાઉથ આફ્રિકા સામેના પ્રથમ વન-ડે મેચમાં રાંચી ખાતે જોવા મળશે.
આ સીરિઝમાં મોટા ભાગે એ ખેલાડીઓને તક મળી શકે છે. જેમણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. હવે ચાહકોને રોહિત-વિરાટની જોડી સાઉથ આફ્રિકા વિરુદ્ધ વનડે સીરિઝ રમતી જોવા મળશે.
સાઉથ આફ્રિકાની ટીમ અને ભારતીય ટીમ વચ્ચે 3 મેચની વનડે સીરિઝ 30 નવેમ્બરથી શરુ થશે. આ સીરિઝમાં મોટાભાગનાએ ખેલાડીઓને તક મળી શકે છે. જેમણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હોય. તો હવે ચાહકોને રોહિત-વિરાટ પણ સાઉથ આફ્રિકા વિરુદ્ધ વનડેમાં રમતા જોવા મળશે.
હવે જો આપણે સાઉથ આફ્રિકા અને ભારતના શેડ્યુલની વાત કરીએ તો વનડે સીરિઝની પહેલી મેચ 30 નવેમ્બરના રોજ રાંચીના મેદાનમાં રમાશે. ત્યારબાદ બીજી વનડે મેચ 3 ડિસેમ્બરના રોજ રાયપુરમાં રમાશે. આ શ્રેણીની ત્રીજી અને આખરી મેચ વિશાખાપત્નમ ખાતે 6 ડિસેમ્બરે રમાશે.