For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઇડન ગાર્ડન કોલકાતામાં માત્ર રૂા.60માં જોઇ શકાશે ભારત-સાઉથ આફ્રિકા મેચ

12:37 PM Oct 21, 2025 IST | admin
ઇડન ગાર્ડન કોલકાતામાં માત્ર રૂા 60માં જોઇ શકાશે ભારત સાઉથ આફ્રિકા મેચ

હાલમા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે રહેલ ભારતીય ક્રિકેટ ટીમ, દક્ષિણ આફ્રિકા સામે બે મેચની ટેસ્ટ શ્રેણી રમશે. પહેલી મેચ, આગામી 14 નવેમ્બરના રોજ ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે, અને આ મેચ માટે ટિકિટનું વેચાણ દિવાળીથી શરૂૂ થઈ ગયુ છે. આશ્ચર્યજનક રીતે, આ મેચ માટે ટિકિટની શરૂૂઆતની કિંમત ફક્ત 60 રૂૂપિયા રાખવામાં આવી છે. ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળે, ચાહકો સાથે આ સારા સમાચાર શેર કર્યા.

Advertisement

ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળે જાહેરાત કરી કે, ચાહકો ડિસ્ટ્રિક્ટ બાય ઝોમેટો એપ દ્વારા ટિકિટ બુક કરાવી શકે છે, જેની કિંમત રૂૂપિયા 60 પ્રતિ દિવસ (બધા પાંચ દિવસ માટે રૂૂપિયા 300) થી લઈને રૂૂપિયા 250 પ્રતિ દિવસ (સમગ્ર મેચ માટે રૂૂપિયા 1,250) સુધીની છે. ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચેની શ્રેણી અંગે, કોલકાતા પછીની આગામી ટેસ્ટ મેચ 22 નવેમ્બરથી ગુવાહાટીમાં રમાશે. ત્યારબાદ ત્રણ વનડે અને પાંચ ટી20 મેચની શ્રેણી રમાશે.

દક્ષિણ આફ્રિકાએ છેલ્લી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતી હતી, જેમાં તેણે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. આ શ્રેણી ટીમ ઇન્ડિયા માટે મુશ્કેલ રહેશે, ખાસ કરીને કારણ કે તેઓ ઘરેલુ મેદાન પર ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ શ્રેણી 0-3થી હારી ગયા હતા વનડે શ્રેણી 30 નવેમ્બરથી શરૂૂ થશે જેમા રાંચી , રાયપુર અને વિશાખાપટ્ટનમમાં મેચ રમાશે. પાંચ મેચની ટી20 શ્રેણી 9 ડિસેમ્બરથી શરૂૂ થશે. આ મેચ કટક, ન્યુ ચંદીગઢ, ધર્મશાલા, લખનૌ અને અમદાવાદમાં રમાશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement