For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારત-સા.આફ્રિકા ટેસ્ટના પ્રથમ દિવસે ભારતનો સ્કોર 208/8

12:36 PM Dec 27, 2023 IST | Sejal barot
ભારત સા આફ્રિકા ટેસ્ટના પ્રથમ દિવસે ભારતનો સ્કોર 208 8

વરસાદને કારણે મોડી શરુ થયેલી ભારત-સાઉથ આફ્રીકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ વરસાદને કારણે ઝડપથી સમાપ્ત થઈ હતી. પ્રથમ બેટિંગ કરીને ટીમ ઈન્ડિયાએ 59 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 208 રન બનાવ્યા છે. લોકેશ રાહુલ 70 રન બનાવીને ભારતીય ઈનિંગને સંભાળી છે. સાઉથ આફ્રીકાના રવાડાએ ભારત સામે 5 વિકેટ ઝડપીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 500 વિકેટ પૂર્ણ કરી છે.
ભારત અને સાઉથ આફ્રીકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કમાં શરુ થઈ છે. સાઉથ આફ્રીકાના કેપ્ટન તેમ્બા બાવુમાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. ભારત તરફથી પ્રસિદ્ધ કૃષ્ણાએ અને સાઉથ આફ્રીકા તરફથી નંદ્રે બર્ગરે, ડેવિડ બેડિંઘમે ડેબ્યૂ કર્યુ હતુ. પહેલા દિવસની રમત વરસાદને ટૂંકી રહી હતી, દિવસના અંતે ભારતનો સ્કોર 208/8 રહ્યો હતો.
ટીમ ઈન્ડિયા તરફથી યશસ્વી જયસ્વાલે 17 રન, રોહિત શર્માએ 5, શુભમન ગિલે 2 રન, વિરાટ કોહલીએ 38 રન, શ્રેયસ અય્યરે 31 રન, કેએલ રાહુલે 70 રન, અશ્વિને 8 રન, શાર્દુલ ઠાકુરે 24 રન , જસપ્રીત બુમરાહે 1 રન બનાવ્યા હતા. બીજા દિવસની રમતમાં શમી અને રાહુલ ક્રિઝ પર જોવા મળશે.
સાઉથ આફ્રીકાના કગિંસો રબાડાએ 17 ઓવરમાં 44 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. માર્કો જેનસને 15 ઓવરમાં 52 રન આપીને 1 વિકેટ, બર્ગરે 15 ઓવરમાં 50 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.
ટીમ ઈન્ડિયા સામે 5 વિકેટ ઝડપીને કગિંસો રબાડાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 500 વિકેટ પૂર્ણ કરી છે. 218 આંતરરાષ્ટ્રીય મળીને 500 વિકેટ પૂર્ણ કરી છે.
રોહિત શર્માને 13મી વખત આઉટ કરનાર 28 વર્ષીય રબાડાએ 61 ટેસ્ટ મેચમાં 285 વિકેટ લીધી છે . તેણે 101 વનડેમાં 157 વિકેટ અને 56 ટી20માં 58 વિકેટ લીધી છે. તેણે વર્ષ 2014માં પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરની શરુઆત કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement