ભારત-પાકિસ્તાનની મહિલા ટીમો 14 જૂને ટકરાશે
મહિલા T-20 વર્લ્ડકપ 2026નું શેડ્યૂલ જાહેર, 12 ટીમો બે ગ્રૂપમાં ટકરાશે, 12 જૂનથી પ્રારંભ
ICC દ્વારા ટી-20 વર્લ્ડકપનું શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્લ્ડકપ આવતા વર્ષે યોજાશે. શિડ્યૂલ જાહેર થતાં જ એ પણ નક્કી થઈ ગયું છે કે કઈ ટીમને કયા ગ્રુપમાં રાખવામાં આવી છે. ખાસ વાત એ છે કે ભારત અને પાકિસ્તાનને ફરીથી એક જ ગ્રુપમાં મૂકવામાં આવ્યા છે. આ બંને ટીમો વચ્ચેના મોટા મેચની તારીખ પણ જાહેર કરવામાં આવી છે.
મહિલા ટી20 વર્લ્ડકપ 2026 આવતા વર્ષે ઇંગ્લેન્ડમાં યોજાવાનો છે. આ વર્લ્ડ કપની 10મી આવૃત્તિ હશે. જૂનમાં યોજાનારા આ વર્લ્ડકપની પહેલી મેચ 12મી તારીખે થશે. જેમાં યજમાન ઇંગ્લેન્ડનો સામનો શ્રીલંકા સામે થવાનો છે. આ વર્લ્ડકપમાં કુલ 12 ટીમો ભાગ લેશે, તેથી કહી શકાય કે આ અત્યાર સુધીનો સૌથી મોટો વર્લ્ડકપ હશે. જો ગ્રુપ વિશે વાત કરીએ તો ICC એ આ માટે બે ગ્રુપ બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા ઉપરાંત, દક્ષિણ આફ્રિકા, ભારત અને પાકિસ્તાનને ગ્રુપ 1 માં સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, બે વધુ ટીમો આવશે, તે પછીથી નક્કી કરવામાં આવશે.
ટી-20 વર્લ્ડકપના બીજા ગ્રુપની વાત કરીએ, તો યજમાન ઇંગ્લેન્ડ ઉપરાંત, તેમાં ન્યુઝીલેન્ડ, શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડીઝની ટીમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગ્લોબલ ક્વોલિફાયર રમ્યા પછી બે ટીમો અહીં આવશે. નિયમો મુજબ, બધી ટીમો તેમના ગ્રુપમાં બાકીની ટીમો સાથે મેચ રમશે, ત્યારબાદ પોઈન્ટ ટેબલમાં ટોચની બે ટીમો સીધી સેમિફાઇનલમાં જશે. સેમિફાઇનલ મેચ 30 જૂન અને 2 જુલાઈના રોજ યોજાશે. આ પછી, ફાઇનલ મેચ 5 જુલાઈએ રમાશે. આ મેચ લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલાની વાત કરીએ, તો આ મેચ 14 જૂને રમાશે. ભારત અને પાકિસ્તાનની ટીમો હવે ફક્ત ICC અથવા ACCટુર્નામેન્ટમાં જ એકબીજાનો સામનો કરે છે, તેથી આ મેચનો ઉત્સાહ પણ ચરમસીમાએ છે. ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે, તેથી તેમની વચ્ચેનો મુકાબલો ફક્ત લીગ સ્ટેજમાં જ શક્ય બનશે, ભવિષ્યમાં મેચ થવાની શક્યતા ખૂબ ઓછી છે.
T-20 વર્લ્ડ કપનું સંપૂર્ણ શેડ્યૂલ
શુક્રવાર 12 જૂન: ઇંગ્લેન્ડ વિરૂૂદ્ધ શ્રીલંકા, એજબેસ્ટન
શનિવાર 13 જૂન: ક્વોલિફાયર વિરૂૂદ્ધ ક્વોલિફાયર, ઓલ્ડ ટ્રેફોર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ
શનિવાર 13 જૂન: ઓસ્ટ્રેલિયા વિરૂૂદ્ધ દક્ષિણ આફ્રિકા, ઓલ્ડ ટ્રેફોર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ
શનિવાર 13 જૂન: વેસ્ટ ઇન્ડીઝ વિરૂૂદ્ધ ન્યૂઝીલેન્ડ, હેમ્પશાયર બાઉલ
રવિવાર 14 જૂન: ક્વોલિફાયર વિરૂૂદ્ધ ક્વોલિફાયર, એજબેસ્ટન
રવિવાર 14 જૂન: ભારત વિરૂૂદ્ધ પાકિસ્તાન, એજબેસ્ટન
મંગળવાર 16 જૂન: ન્યુઝીલેન્ડ વિરૂૂદ્ધ શ્રીલંકા, હેમ્પશાયર બાઉલ
મંગળવાર 16 જૂન: ઇંગ્લેન્ડ વિરૂૂદ્ધ ક્વોલિફાયર, હેમ્પશાયર બાઉલ
બુધવાર 17 જૂન: ઓસ્ટ્રેલિયા વિરૂૂદ્ધ ક્વોલિફાયર, હેડિંગલી
બુધવાર 17 જૂન: ભારત વિરૂૂદ્ધ ક્વોલિફાયર, હેડિંગલી
બુધવાર 17 જૂન: દક્ષિણ આફ્રિકા વિરૂૂદ્ધ પાકિસ્તાન, એજબેસ્ટન
ગુરુવાર 18 જૂન: વેસ્ટ ઈન્ડિઝ વિરૂૂદ્ધ ક્વોલિફાયર, હેડિંગ્લી
શુક્રવાર 19 જૂન: ન્યુઝીલેન્ડ વિરૂૂદ્ધ ક્વોલિફાયર, હેમ્પશાયર બાઉલ
શનિવાર 20 જૂન: ઓસ્ટ્રેલિયા વિરૂૂદ્ધ ક્વોલિફાયર, હેમ્પશાયર બાઉલ
શનિવાર 20 જૂન: પાકિસ્તાન વિરૂૂદ્ધ ક્વોલિફાયર, હેમ્પશાયર બાઉલ
શનિવાર 20 જૂન: ઇંગ્લેન્ડ વિરૂૂદ્ધ ક્વોલિફાયર, હેડિંગ્લી
રવિવાર 21 જૂન: વેસ્ટ ઈન્ડિઝ વિરૂૂદ્ધ શ્રીલંકા, બ્રિસ્ટોલ કાઉન્ટી ગ્રાઉન્ડ
રવિવાર 21 જૂન: દક્ષિણ આફ્રિકા વિરૂૂદ્ધ ભારત, ઓલ્ડ ટ્રેફોર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ
મંગળવાર 23 જૂન: ન્યુઝીલેન્ડ વિરૂૂદ્ધ ક્વોલિફાયર, બ્રિસ્ટોલ કાઉન્ટી ગ્રાઉન્ડ
મંગળવાર 23 જૂન: શ્રીલંકા વિરૂૂદ્ધ ક્વોલિફાયર, બ્રિસ્ટોલ કાઉન્ટી ગ્રાઉન્ડ
મંગળવાર 23 જૂન: ઓસ્ટ્રેલિયા વિરૂૂદ્ધ પાકિસ્તાન, હેડિંગ્લી
બુધવાર 24 જૂન: ઇંગ્લેન્ડ વિરૂૂદ્ધ વેસ્ટ ઇન્ડીઝ, લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ
ગુરુવાર 25 જૂન: ભારત વિરૂૂદ્ધ ક્વોલિફાયર, ઓલ્ડ ટ્રેફોર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ
ગુરુવાર 25 જૂન: દક્ષિણ આફ્રિકા વિરૂૂદ્ધ ક્વોલિફાયર, બ્રિસ્ટોલ કાઉન્ટી ગ્રાઉન્ડ
શુક્રવાર 26 જૂન: શ્રીલંકા વિરૂૂદ્ધ ક્વોલિફાયર, ઓલ્ડ ટ્રેફોર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ
શનિવાર 27 જૂન: પાકિસ્તાન વિરૂૂદ્ધ ક્વોલિફાયર, બ્રિસ્ટોલ કાઉન્ટી ગ્રાઉન્ડ
શનિવાર 27 જૂન: ઇંગ્લેન્ડ વિરૂૂદ્ધ ન્યુઝીલેન્ડ, ધ ઓવલ
રવિવાર 28 જૂન: દક્ષિણ આફ્રિકા વિરૂૂદ્ધ ક્વોલિફાયર, લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ
રવિવાર 28 જૂન: ઓસ્ટ્રેલિયા વિરૂૂદ્ધ ભારત, લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ
મંગળવાર 30 જૂન: ટીબીસી વિરૂૂદ્ધ ટીબીસી (સેમી-ફાઇનલ 1), ધ ઓવલ
ગુરુવાર 2 જુલાઈ: ટીબીસી વિરૂૂદ્ધ ટીબીસી (સેમી-ફાઇનલ 2), ધ ઓવલ
રવિવાર 5 જુલાઈ: ટીબીસી વિરૂૂદ્ધ ટીબીસી (ફાઇનલ), લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ