ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મેચ રમાશે જ: BCCI સચિવ દેવજીત સાઇકિયા

11:00 AM Sep 06, 2025 IST | Bhumika
Advertisement

એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની મેચ 14 સપ્ટેમ્બરે યોજાશે. BCCI સચિવે આ મેચ અંગે મોટું નિવેદન આપ્યું છે. જ્યારથી એશિયા કપ 2025નું શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું છે, ત્યારથી ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ ચર્ચાનું કેન્દ્ર બની છે. ભારત-પાકિસ્તાન મેચ 14 સપ્ટેમ્બરે રમાનાર છે, જેના કારણે ભારતીય સંસદમાં ભારે હોબાળો મચી ગયો છે. હવે BCCI સચિવ દેવજીત સાઇકિયાએ વિવાદો વચ્ચે યોજાનારી આ મેચ અંગે મોટું નિવેદન આપ્યું છે. સાઇકિયા સ્પષ્ટપણે કહે છે કે તેઓ સરકારના નિર્ણયને સંપૂર્ણ સમર્થન આપે છે.

Advertisement

સમાચાર એજન્સી સાથેની વાતચીત દરમિયાન દેવજીત સાઇકિયાએ કહ્યું, ઇઈઈઈંનું વલણ ખૂબ જ સ્પષ્ટ છે કે અમે ભારત સરકારના નિર્ણયને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ. ભારત સરકારે આ અંગે એક નીતિ બનાવી છે, જેનું અમારે પાલન કરવું પડશે. આ નીતિનું પાલન કરવામાં પણ અમને કોઈ વાંધો નથી.

એશિયા કપ 2025 નું આયોજન BCCI એટલે કે ભારત પાસે હતું. આ મેચો ભારતમાં રમવાની હતી, પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા, ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડ વચ્ચે આગામી મેચો તટસ્થ સ્થળોએ યોજવા માટે એક કરાર થયો હતો. તેથી, જ્યારે BCCI એશિયા કપ મેચો ઞઅઊ માં યોજવા માટે સંમત થયું, ત્યારે તે નિર્ણયની પણ ભારે ટીકા થઈ. ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ મેચ 14 સપ્ટેમ્બરના રોજ યોજાવાની છે.

Tags :
BCCI Secretary Devjit Saikiaindiaindia newsindia-pakistan matchSportssports news
Advertisement
Next Article
Advertisement