ભારત-પાકિસ્તાન મેચ ફિક્સ હતી, PCBને 1000 કરોડ રૂપિયા મળ્યા
રવિવારે એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ અંગે શિવસેનાના યુબીટી સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) ને આ મેચમાંથી 1000 કરોડ રૂૂપિયા મળ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે આ મેચ ફિક્સ હતી અને 1.5 લાખ કરોડ રૂૂપિયાના જુગારમાંથી 50,000 કરોડ રૂૂપિયા સીધા પાકિસ્તાન ગયા હતા. રાઉતે સવાલ ઉઠાવ્યો હતો કે જ્યારે ભારત આંતરરાષ્ટ્રીય મંચો પર પાકિસ્તાનને આર્થિક મદદ ન મળવાની વાત કરે છે, તો પછી તેને પોતાને કેમ ફાયદો થઈ રહ્યો છે.
સંજય રાઉતે કહ્યું હતું કે તમે IMF અને એશિયન ડેવલપમેન્ટ બેન્કને પાકિસ્તાનને લોન ન આપવા કહ્યું કારણ કે તે આ પૈસાનો ઉપયોગ આતંકવાદ માટે કરશે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના પુત્ર જય શાહ પર પણ ગંભીર આરોપ લગાવ્યા છે.
સંજય રાઉતે કહ્યું કે આ મેચનું આયોજન સરકારની બેશરમી છે, પછી ભલે તે દુબઈમાં રમાઈ હોય, અબુ ધાબીમાં હોય કે ટ્રમ્પ સ્ટેડિયમમાં. તેમણે પ્રશ્ન કર્યો કે શું આ મેચ મહિલાઓનું સિંદૂર પાછું લાવી શકે છે? રાઉતે ભૂતપૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરની પ્રશંસા કરી કે તેમણે મેચનો વિરોધ કરવાની વાત કરી હતી, પરંતુ ભારત સરકારે પોતે જ પરવાનગી આપી હતી. રાઉતના મતે, આ સ્પષ્ટ કરે છે કે પાકિસ્તાન સાથે મેચ રમવાનો નિર્ણય સરકારની મરજીથી લેવામાં આવ્યો હતો. સંજય રાઉતના નિવેદનથી ભારત-પાકિસ્તાન મેચ અંગે એક નવી રાજકીય ચર્ચા શરૂૂ થઈ છે, જેમાં સરકાર પર રાષ્ટ્રીય હિત અને શહીદોની શહાદતને અવગણવાનો ગંભીર આરોપ મૂકવામાં આવી રહ્યો છે.