WTCના પોઇન્ટ ટેબલમાં ભારત, પાક.ના મેચ ઊથલપાથલ મચાવશે
ભારત અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વચ્ચે ભલે તણાવ રહેતો હોય, પરંતુ બંને દેશોની મેચ હંમેશા રોમાંચ પેદા કરે છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં તો બંને ટીમ ક્યારેય ટકરાઈ નથી. પરંતુ તેની મેચ ફાઇનલની રેસમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ભારત જે દિવસે ઓસ્ટ્રેલિયા સામે ચોથી ટેસ્ટ મેચ રમવા ઉતરશે. તે દિવસ જ પાકિસ્તાનની ટીમ દક્ષિણ આફ્રિકા સામે હશે. જો ભારત અને પાકિસ્તાન બંને જીતે તો ડબ્લ્યુટીસી પોઈન્ટ પર ઉથલપાથલ નક્કી છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલની રેસ પહેલા પોઈન્ટ ટેબલમાં દક્ષિણ આફ્રિકા ટેબલ પર પહેલા નંબરે છે. ત્યાર બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા છે. ચોથા નંબરે ન્યૂઝીલેન્ડ અને પાંચમાં નંબરે શ્રીલંકા છે. ઇંગ્લેન્ડ છઠ્ઠા, પાકિસ્તાન સાતમાં, બાંગ્લાદેશ આઠમાં અને વેસ્ટઇન્ડીઝ નવમાં નંબરે છે.
જો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને મેલબોર્નમાં હરાવી દે અને પાકિસ્તાન પણ ઉલટફેર કરે તો પોઈન્ટ ટેબલમાં મોટી ઉથલપાથલ થઈ શકે છે. ભારત જો બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં જીત નોંધાવે છે તો પોઈન્ટ ટેબલમાં તેના પોઈન્ટ 55.88થી વધીને 58.33 (પીસીટી) થઈ જશે. તેનાથી ઓસ્ટ્રેલિયાની ટીમના પોઈન્ટ 58.89થી ઘટીને 55.21 પોઈન્ટ પર આવી જશે. એવી જ રીતે પાકિસ્તાન જીતે તો દક્ષિણ આફ્રિકાના પોઈન્ટ 63.33થી ઘટીને 57.58 પોઈન્ટ પર આવી જશે.