For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રવિવારે ભારત-પાક. મુકાબલાની સંભાવના, ફરી ટ્રોફીનો વિવાદ થશે?

10:57 AM Nov 20, 2025 IST | Bhumika
રવિવારે ભારત પાક  મુકાબલાની સંભાવના  ફરી ટ્રોફીનો વિવાદ થશે

સપ્ટેમ્બરના એશિયા કપની ટ્રોફીના વિવાદનો હજી ઉકેલ આવ્યો નથી ત્યાં હવે બીજી એશિયા કપ ટૂર્નામેન્ટની ટ્રોફીનો વિવાદ જાગી શકે એમ છે.

Advertisement

કતારના પાટનગર દોહામાં એશિયા કપ રાઈઝીંગ સ્ટાર્સ નામની ટૂર્નામેન્ટની સેમિ ફાઇનલમાં ઇન્ડિયા-એ અને પાકિસ્તાન શાહીન્સ પહોંચી ગયા છે. જોકે આ બે ટીમ વચ્ચે ફાઈનલ રમાવાની સંભાવના છે એટલે આ ફાઇનલમાં પણ જો ભારત જીતશે તો એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ મોહસિન નક્વીના હાથે ફરી એક વાર ટ્રોફી ન સ્વીકારવાનો વિવાદ જાગી શકે.

ઈરફાન ખાનના સુકાન હેઠળની પાકિસ્તાન શાહીન્સ ટીમ ત્રણ દિવસ પહેલાં જ સેમિ ફાઇનલમાં પહોંચી ગઈ હતી, જ્યારે ઇન્ડિયા-એ ટીમે મંગળવારે ઓમાનને 6 વિકેટે હરાવીને સેમિ ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. જો ઇન્ડિયા-એ અને પાકિસ્તાન શાહીન્સ પોતપોતાની સેમિ ફાઈનલ જીતીને ફાઇનલમાં સામસામે આવશે તો ફરી એકવાર ખરાખરીનો જંગ જામશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement