ચેમ્પિયન્સ ટ્રોફીમાં કાલે ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
પાકિસ્તાન હારે તો સેમિફાઈનલમાં પહોંચવું મુશ્કેલ બની જશે, ટીમ ઈન્ડિયા ફુલ ફોર્મમાં
ક્રિકેટ જગતના સૌથી મોટા મુકાબલા માટે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં ભારત અને પાકિસ્તાન રવિવાર, 23 ફેબ્રુઆરીના રોજ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં આમને-સામને ટકરાશે. ભારતીય સમય અનુસાર બપોરે 2:30 વાગ્યે મેચ શરૂૂ થશે, જ્યારે ટોસ બપોરે 2 વાગ્યે થશે.
ભારતે પોતાની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને પરાજય આપ્યો હતો, જ્યારે પાકિસ્તાનને ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાન માટે આ મેચ નોકઆઉટથી ઓછી નથી, કારણ કે જો તેઓ આ મેચ હારી જાય છે, તો સેમિફાઇનલમાં પહોંચવાની તેમની આશા લગભગ સમાપ્ત થઈ જશે. બીજી તરફ, ભારત પોતાની જીતની ગતિ જાળવી રાખવા માટે મેદાનમાં ઉતરશે.
2025ની ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનને મોટો ફટકો ત્યારે પડ્યો હતો જ્યારે સેમ અયુબ ટીમની બહાર હતો. હવે પ્રથમ મેચમાં હાર બાદ પાકિસ્તાન ટીમને બીજો આંચકો લાગ્યો છે. સ્ટાર ઓપનર ફખર ઝમાન પણ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. જો કે ફખરની જગ્યાએ સિનિયર ખેલાડી ઈમામ ઉલ હકને ટીમમાં તક મળી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેનો આ રોમાંચક મુકાબલો તમે ઘરે બેઠા પણ માણી શકો છો. મોબાઇલ પર ઉંશજ્ઞજફિિં પર મેચનું ફ્રીમાં લાઇવ સ્ટ્રીમિંગ થશે. જ્યારે ટીવી પર: સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર મેચનું લાઇવ પ્રસારણ થશે. દર્શકો 9 અલગ-અલગ ભાષાઓમાં કોમેન્ટ્રી સાથે મેચ જોઈ શકશે, જેમાં ભોજપુરી અને હરિયાણવીનો પણ સમાવેશ થાય છે.
ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવીન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, ઋષભ પંત, વોશિંગ્ટન.
પાકિસ્તાન ટીમ
ઇમામ ઉલ હક, બાબર આઝમ, સઉદ શકીલ, મોહમ્મદ રિઝવાન (કેપ્ટન અને વિકેટકીપર), સલમાન આગા, તૈયબ તાહિર, ખુશદિલ શાહ, શાહીન આફ્રિદી, નસીમ શાહ, હરિસ રઉફ, અબરાર અહેમદ, મોહમ્મદ હસનૈન, ઉસ્માન ખાન, કામરાન ગુલામ, ફહીમ અશરફ.