એશિયા કપમાં રવિવારે ભારત-પાકિસ્તાનની ટક્કર, ટિકિટોનું હજુ વેચાણ
VIP સ્યુટના ભાવો આસમાને દુબઈના ઉદ્યોગપતિએ કર્મચારીઓને મેચની ટિકિટ મફત વહેંચી
એશિયા કપ-2025માં રવિવારે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે, સામાન્ય સંજોગોમાં આ મેચની ટિકીટના કાળા બજાર થતાં જોવા મળતાં હોય છે. જ્યારે આ વખતે દર્શકોના નબળા પ્રતિસાદના કારણે હજુ પણ ટિકીટ વેચાઈ રહી છે તો બીજી તરફ વીઆઈપી સ્યુટ ટિકીટના ભાવો આસમાને છે.
ભારત-પાકિસ્તાન મેચની સૌથી મોંઘી ટિકિટ રૂૂ. 3.75 લાખ છે. જેમાં બે લોકો મેચ જોવા માટે જઈ શકે છે. આ એક VIP સ્યુટ છે, જેમાં ખાવા-પીવાના વાઉચર પણ ઉપલબ્ધ હશે. આ સાથે દર્શકો અમર્યાદિત પીણાંનો પણ આનંદ માણી શકે છે. આ સાથે, આ ટિકિટ સાથે VIP પાર્કિંગ અને VIP પાર્કિંગ પાસ પણ ઉપલબ્ધ હશે. તમે મેચ જોવા માટે VIP લાઉન્જમાં પણ જઈ શકો છો.
ભારત-પાકિસ્તાન મેચ માટે સૌથી સસ્તી ટિકિટ પણ 10,661 રૂૂપિયા છે, જે જનરલ ઈસ્ટ અપર સાઇડ માટે છે, જેમાં બે લોકો મેચ જોવા માટે જઈ શકે છે. જનરલ વેસ્ટલોઅર ટિકિટની કિંમત 13,250 રૂૂપિયા છે. જનરલ ઈસ્ટલોઅર ટિકિટની કિંમત 13,319 રૂૂપિયા છે. જનરલ ઈસ્ટસાઇડની ટિકિટની કિંમત 13,324 રૂૂપિયા છે. જનરલ વેસ્ટ ટિકિટની કિંમત 15,312 રૂૂપિયા છે. આ બધી ટિકિટ પર બે લોકો એકસાથે મેચ જોઈ શકે છે. પ્રીમિયમકેટેગરીની ટિકિટની કિંમત 24,880 રૂૂપિયા છે, આમાં પણ બે લોકો એકસાથે મેચ જોવા માટે જઈ શકે છે. પેવેલિયનવેસ્ટસાઇડ માટે બે લોકો માટે ટિકિટનો ભાવ 32,859 રૂૂપિયા છે. પેવેલિયનઈસ્ટસાઇડ માટે ટિકિટનો ભાવ 37,344 રૂૂપિયા છે. ગ્રાન્ડલાઉન્જથી મેચ જોવા માટે બે લોકો માટે ટિકિટનો ભાવ 60,715 રૂૂપિયા છે. પ્લેટિનમ ટિકિટની કિંમત 66,912 રૂૂપિયા છે. આ ટિકિટ સાથે પાર્કિંગ, VIP લાઉન્જ, VIP પાસ પણ આપવામાં આવે છે.
આ બધા વચ્ચે, દુબઈના એક ઉદ્યોગપતિએ એશિયા કપ માટે 700 ટિકિટ ખરીદી છે અને તેને તેના કર્મચારીઓમાં વહેંચી છે. ડેન્યુબ ગ્રુપના વાઈસ પ્રેસિડેન્ટ અનીસ સાજને સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે તે આ ટિકિટ તેના બ્લુ-કોલર કર્મચારીઓમાં વહેંચશે. કંપનીએ હાઈ-પ્રોફાઈલ મેચો માટે ઘણી ટિકિટો ખરીદી છે, જેનાથી તેના કર્મચારીઓને યુએઈમાં લાઈવ ક્રિકેટ એક્શનનો અનુભવ કરવાની તક મળશે. આમાંથી 100 ટિકિટ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચ માટે છે.
ટીમ ઈન્ડિયામાં અર્શદીપ સિંહનો સમાવેશ થશે ?
એશિયા કપ 2025ની પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાનો તોફાની વિજય તેના જ ગળામાં હાડકું બની ગયો છે. હકીકતમાં, ટીમ ઈન્ડિયાએ આ મેચમાં UAE ને એકતરફી રીતે 9 વિકેટથી હરાવ્યું. ભારતના તમામ ખેલાડીઓએ આ મેચમાં સારું પ્રદર્શન કર્યું, જેના કારણે હવે પ્રશ્ન એ ઉભો થયો છે કે પાકિસ્તાન સામે કયા ખેલાડીને ડ્રોપ કરવામાં આવશે. UAE સામે કુલદીપ યાદવને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું, જેણે ચાર વિકેટ લીધી. શિવમ દુબે રમ્યો અને તેણે ત્રણ વિકેટ લીધી. UAE સામે ભારત માટે સૌથી વધુ T20 વિકેટ લેનાર બોલર અર્શદીપ સિંહ બહાર હતો. આગામી મેચમાં પણ અર્શદીપ સિંહ બેન્ચ પર બેસે તેવી શક્યતા ખૂબ જ ઓછી છે. આ મેચ પાકિસ્તાન સામે છે અને ત્યાં અર્શદીપ સિંહની ફાસ્ટ બોલિંગની જરૂૂર પડી શકે છે. અર્શદીપ સિંહે પાકિસ્તાન સામે T20 વર્લ્ડ કપમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું. જો અર્શદીપ સિંહ નહીં રમે તો ટીમ ઈન્ડિયામાં ફક્ત બુમરાહ અને હાર્દિક પંડ્યા જ ફાસ્ટ બોલર હશે.
પહેલગામ હુમલો યાદ કરો અને ટીવી બંધ કરો: સતીશ શાહ
ફિલ્મ અને ટેલિવિઝન ઉદ્યોગના દિગ્ગજ અભિનેતા સતીશ શાહે પણ ભારત-પાકિસ્તાન 2025 મેચ સામે વાંધો ઉઠાવ્યો કર્યો છે અને લોકોને તેનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે. સતીશ શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર દેશવાસીઓને અપીલ કરી હતી કે તેઓ 14 સપ્ટેમ્બરે આ મેચ ન જુએ અને પોતાના ટીવી બંધ રાખે. તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે હું દરેક સાચા દેશભક્ત ભારતીયને અપીલ કરું છું કે તેઓ ભારત-પાકિસ્તાન મેચનો સખત બહિષ્કાર કરે. ટીવી બંધ કરે. મેં મારી ટીમ માટે આદર ગુમાવી દીધો છે. સતીશ શાહની પોસ્ટ પછી સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂૂ થઈ છે, જ્યાં ઘણા લોકોએ તેમનું સમર્થન કર્યું છે, જ્યારે ઘણાએ તેમના નિવેદનો પર પણ સવાલ ઉઠાવ્યા. એક યુઝરે લખ્યું છે કે ટીમે આ નિર્ણય લીધો નથી, આ BCCI અને સરકારનો નિર્ણય છે. બીજા યુઝરે કહ્યું કે ખેલાડીઓ પાસે કરાર હોય છે, તેઓ પોતાની જાતે મેચ છોડી શકતા નથી.