વુમન હોકી એશિયા કપના ફાઇનલમાં પહોંચવા ભારતે જાપાનને હરાવવું પડશે
ચીનના હાંગઝોઉમાં મહિલા હોકી એશિયા કપનું આયોજન થઈ રહ્યું છે. આ ટુર્નામેન્ટના સુપર-4 મેચમાં ભારતીય મહિલા હોકીટીમને ચીન સામે 4-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ભારત તરફથી ફક્ત મુમતાઝ ખાન ગોલ કરી શકી હતી.
તેના સિવાય બાકીની ખેલાડીઓ ગોલ કરવામાં નિષ્ફળ રહી હતી. ચાલુ ટુર્નામેન્ટમાં ભારતીય મહિલા હોકી ટીમનો આ પહેલો પરાજય પણ છે. ફાઇનલમા પહોચવા માટે ભારતે હવે જાપાનને હરાવવુ જ પડશેચીનની મહિલા હોકીટીમે શરૂૂઆતથી જ આક્રમક વલણ દર્શાવ્યું હતું. ચોથી મિનિટમાં જ ચીન માટે ઝોઉમેરોંગે ગોલ કર્યો. આ પછી, ચેન યાંગે 31મી મિનિટે ગોલ કર્યો. આ સાથે, ચીની ટીમ 2-0થી આગળ થઈ ગઈહતી. ત્યારબાદ 39મી મિનિટે ભારત માટે મુમતાઝ ખાને ગોલ કર્યો. આનાથી ભારતીય ખેલાડીઓનીઆશાઓ વધી ગઈ પરંતુ તેમ છતાં ભારતીય ટીમ બીજો ગોલ કરી શકી નહીં.
ભારતીય ટીમ તકોનો લાભ લેવામાં નિષ્ફળ રહી અને ત્રણ પેનલ્ટીકોર્નરમાંથી કોઈ પણ પર ગોલ કરી શકી નહીં. ભારતને દસમી મિનિટમાં પહેલો પેનલ્ટીકોર્નર મળ્યો પરંતુ ચીનના ડિફેન્ડર્સે ગોલ થવા દીધો નહીં. બીજા ક્વાર્ટરમાં પણ ઘણી તકો મળી પરંતુ કોઈ પણ ટીમ ગોલ કરી શકી નહીં. ભારતને 27મી મિનિટે બીજો પેનલ્ટીકોર્નર મળ્યો પરંતુ ફરીથી નિષ્ફળ ગયું. ત્રીજા ક્વાર્ટરની પહેલી મિનિટમાં ચીને ગોલ કરીને દબાણ વધાર્યું. છેલ્લા ક્વાર્ટરમાં ચીને 47મી મિનિટે પેનલ્ટીકોર્નરનેગોલમાં રૂૂપાંતરિત કર્યું ભારતીય ટીમે હવે તેની આગામી મેચ જાપાન સામે રમવાની છે, જે જીતીને ટીમ ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરશે.