For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

એશિયા કપમાં ભારતની વિજયી શરૂઆત, અફઘાનિસ્તાન સામે સાત વિકેટે જીત

12:44 PM Dec 09, 2023 IST | Sejal barot
એશિયા કપમાં ભારતની વિજયી શરૂઆત  અફઘાનિસ્તાન સામે સાત વિકેટે જીત

દુબઈમાં અંડર 19 એશિયા કપની શરુઆત થઈ છે. ભારત અને અફઘાનિસ્તાનની અંડર 19 ટીમ વચ્ચે આજે પહેલી મેચ રમાઈ હતી. ભારતીય ક્રિકેટ ટીમે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ પસંદ કરી હતી. અફઘાનિસ્તાનની ટીમે પહેલી બેટિંગ કરતા 174 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતીય ટીમે આ ટાર્ગેટ સરળતાથી ચેઝ કરીને 7 વિકેટથી જીત મેળવી છે.
ભારતીય બોલર્સના ધારદાર પ્રદર્શનને કારણે અફઘાનિસ્તાનની ટીમ 173 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ હતી. અફઘાનિસ્તાનની ટીમ તરફથી જામશીદ ઝરદ્રાનએ સૌથી વધારે 43 રન બનાવ્યા હતા. તેણે રમેલા 75 બોલમાં તેણે માત્ર એક ચોગ્ગો ફટકાર્યો હતો. અફઘાનિસ્તાનની ઈનિંગ દરમિયાન 11 ચોગ્ગા જોવા મળ્યા હતા, પરતુ એક પણ સિક્સર અફઘાની ખેલાડીઓ ફટકારી શક્યા ના હતા.પ્રથમ ઈનિંગમાં ભારતીય બોલર્સનો કહેર જોવા મળ્યો હતો. નમામ તિવારીએ 10 ઓવરમાં 30 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. ગુજરાતના બીલિમોરાના રહેવાસી રાજ લીંબાણીએ 10 ઓવરમાં 46 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. અર્શિન કુલકર્ણીએ 8 ઓવરમાં 29 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જયારે મુસીર ખાન અને મુરુગન અભિષેતકે 1-1 વિકેટ ઝડપી હતી.
બીજી ઈનિંગમાં ભારતીય બેટર્સે ધમાલ મચાવી હતી. મહારાષ્ટ્રના અર્શિન કુલકર્ણીએ 105 બોલમાં 70 રન ફટકાર્યા હતા. જ્યારે મુશિર ખાને 53 બોલમાં 48 રન ફટકાર્યા હતા. ભારતીય ટીમની બીજી ઈનિંગમાં કુલ 13 ચોગ્ગા જોવા મળ્યા હતા. બીજી ઈનિંગમાં પણ એક પણ સિક્સર જોવા મળી ના હતી. ભારતીય ટીમે 37.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 174 રન બનાવી અંડર 19 એશિયા કપમાં વિજયી પ્રારંભ કર્યો છે. અંડર 19 ભારતીય ટીમના 11 ક્રિકેટર્સે આજે ડેબ્યૂ કર્યુ હતુ. જેમાંથી મહારાષ્ટ્રના અર્શિન કુલકર્ણીએ ઓલરાઉન્ડર તરીકે શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. તેણે પ્રથમ ઈનિંગમાં 3 વિકેટ લેવાની સાથે બીજી ઈનિંગમાં 70 રનની આક્રમક ઈનિંગ પણ રમી હતી. બીજી તરફ બિલીમોરાના રાજ લીંબાણીએ 10 ઓવરમાં 46 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. નડિયાદના રુદ્ર પટેલ આજે માત્ર 5 રન બનાવી શક્યો હતો. તેણે 10 બોલ રમીને એક ચોગ્ગો પણ ફટકાર્યો હતો.

Advertisement

અંડર 19 એશિયા કપ 2023માં ભારતીય ટીમનું શેડ્યૂલ

રવિવાર, ડિસેમ્બર 10 - ભારત યુ-19 દત પાકિસ્તાન યુ-19, ગ્રુપ એ, ઈંઈઈ એકેડમી ગ્રાઉન્ડ, દુબઈ, સવારે 11:00 અખ, મંગળવાર, ડિસેમ્બર 12 - ભારત યુ-19 દત નેપાળ યુ-19, ગ્રુપ એ, ઈંઈઈ એકેડમી ગ્રાઉન્ડ નંબર 2, દુબઈ, 11:00 અખ

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement