ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મહિલા વર્લ્ડ કપમાં ભારતની ઓસ્ટ્રેલિયા સામે 3 વિકેટે હાર

10:49 AM Oct 13, 2025 IST | Bhumika
Advertisement

એલિસા હીલીની 142 રનની શાનદાર ઇનિંગ, 330 રન બનાવવા છતાંય ટીમ ઇન્ડીયાનો પરાજય

Advertisement

મહિલા વર્લ્ડ કપ 2025 ની 13મી મેચમાં ભારતીય ટીમને ઑસ્ટ્રેલિયા સામે 3 વિકેટથી પરાજય મળ્યો છે. ભારતે પ્રથમ બેટિંગ કરતાં 330 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હોવા છતાં, ઑસ્ટ્રેલિયાએ 6 બોલ બાકી રહેતાં જ આ લક્ષ્ય હાંસલ કરી લીધું. આ જીત સાથે ઑસ્ટ્રેલિયાએ મહિલા ODI ક્રિકેટ ઇતિહાસમાં સૌથી સફળ રન ચેઝનો નવો રેકોર્ડ બનાવ્યો છે. ઑસ્ટ્રેલિયન કેપ્ટન એલિસા હીલીએ (મિશેલ સ્ટાર્કની પત્ની) 142 રનની યાદગાર સદી ફટકારીને ભારતની જીતની આશા તોડી નાખી.

સ્મૃતિ મંધાનાના 80 રન અને પ્રતિકા રાવલના 76 રનના પ્રદર્શન છતાં, ભારતની આ સતત બીજી હાર છે, જેના કારણે સેમિફાઇનલમાં પહોંચવાનો રસ્તો મુશ્કેલ બન્યો છે. આ વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાનો આ સતત બીજો પરાજય છે.ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરીને 330 રનનો મોટો સ્કોર ઊભો કર્યો હતો, જે સામાન્ય રીતે વન-ડે ફોર્મેટમાં જીત માટે પૂરતો ગણાય છે. ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ 80 રન અને પ્રતિકા રાવલે 76 રનની મજબૂત અર્ધસદી ફટકારી હતી.

જોકે, ટીમ ઇન્ડિયાના બેટ્સમેનો વધુ મોટો સ્કોર બનાવી શક્યા હોત, પરંતુ તેમણે પોતાની છેલ્લી 6 વિકેટો માત્ર 36 રનમાં ગુમાવી દીધી હતી, જે કદાચ મેચનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો.331 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઑસ્ટ્રેલિયન ટીમે ઈતિહાસ રચ્યો. ઑસ્ટ્રેલિયાએ 6 બોલ બાકી રહેતાં જ લક્ષ્ય હાંસલ કરીને મહિલા ODI ક્રિકેટ ઇતિહાસમાં સૌથી સફળ રન ચેઝનો નવો રેકોર્ડ બનાવ્યો. અગાઉ, શ્રીલંકાના નામે 2024 માં દક્ષિણ આફ્રિકા સામે 302 રનના લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કરવાનો રેકોર્ડ હતો.

આ ઐતિહાસિક જીતનું મુખ્ય શ્રેય ઑસ્ટ્રેલિયન કેપ્ટન અને ઝડપી બોલર મિશેલ સ્ટાર્કની પત્ની એલિસા હીલીને જાય છે. હીલીએ 142 રનની વિસ્ફોટક અને યાદગાર ઇનિંગ રમીને ભારતીય બોલરોને કોઈ તક આપી નહોતી. ભારતે અત્યાર સુધી વર્લ્ડ કપમાં 2 મેચ જીતી છે અને હવે 2 મેચ હારી ગયું છે. આ સતત હારને કારણે મહિલા વર્લ્ડ કપ સેમિફાઇનલમાં પહોંચવાનો ટીમ ઇન્ડિયાનો માર્ગ હવે મુશ્કેલ બની ગયો છે અને આગામી મેચોમાં વિજય મેળવવો અત્યંત જરૂૂરી છે.

 

સ્મૃતિ મંધાનાનો ODI ક્રિકેટમાં સૌથી નાની ઉમરે 5000 રન બનાવવાનો રેકોર્ડ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વાઇસ-કેપ્ટન અને સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના જ્યારે પણ મેદાનમાં ઉતરે છે, ત્યારે તે એક નવો રેકોર્ડ બનાવે છે. આઇસીસી મહિલા વર્લ્ડ કપ 2025 માં સ્મૃતિએ મહિલા ક્રિકેટના ઇતિહાસમાં એક ગજબનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ટીમ ઇન્ડિયાએ રવિવારે વિશાખાપટ્ટનમમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં પ્રથમ બેટિંગ કરી હતી. મંધાનાએ અગાઉની મેચમાં એક વર્ષમાં સૌથી વધુ ઓડીઆઇ રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. મંધાનાએ 8મી ઓવરમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 18 રનનો આંકડો પાર કર્યો હતો. આ સાથે જ મહિલા ઓડીઆઇ ઇતિહાસમાં એક વર્ષમાં 1000 રન બનાવનારી પ્રથમ બેટ્સમેન બની. મંધાનાએ આ વર્ષે માત્ર 18 ઇનિંગ્સમાં 4 સદી અને 4 અડધી સદી ફટકારીને આ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી દીધો. આ વર્લ્ડ કપમાં તેની પહેલી અડધી સદી માત્ર 46 બોલમાં આવી હતી. જો કે, અડધી સદી બાદ મંધાનાએ બીજો એક રેકોર્ડ બનાવ્યો. ભારતીય બેટ્સમેને 58 રન બનાવતાની સાથે જ ઓડીઆઇ ક્રિકેટમાં 5,000 રન પણ પૂર્ણ કર્યા હતા. માત્ર 29 વર્ષ અને 86 દિવસની ઉંમરે તે 5,000 રન બનાવનારી સૌથી નાની મહિલા ક્રિકેટર બની. વધુમાં, તે 112 ઇનિંગ્સ અને 5,569 બોલમાં આ આંકડા સુધી પહોંચનારી ખેલાડી પણ બની ગઈ. તેણે વેસ્ટ ઇન્ડીઝની સ્ટેફની ટેલર (129 ઇનિંગ્સ) અને ન્યુઝીલેન્ડની સુઝી બેટ્સ (6182 બોલ) ના રેકોર્ડ તોડ્યા.

Tags :
indiaindia newsSportssports newsWomen's World Cup
Advertisement
Next Article
Advertisement