For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારત-આયર્લેન્ડની મહિલા ટીમનું રાજકોટમાં આગમન, 10મીથી 3 વનડે મેચની શ્રેણીનો પ્રારંભ

04:07 PM Jan 06, 2025 IST | Bhumika
ભારત આયર્લેન્ડની મહિલા ટીમનું રાજકોટમાં આગમન  10મીથી 3 વનડે મેચની શ્રેણીનો પ્રારંભ

ટી-20 વર્લ્ડ કપ પછી બીસી સીઆઈ દ્વારા ભારતની મહિલા ટીમ માટે વધુ બે ટીમો સાથે શ્રેણીની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ડિસેમ્બર 2024માં વેસ્ટ ઈન્ડિઝ સામે મેચ રમાયા બાદ નવા વર્ષના પ્રારંભે આયર્લેન્ડ સામે વનડે મેચની શ્રેણી રમાવવા જઇ રહી છે. જે તમામ 3 મેચ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમવામાં આવશે. જેના માટે આજે કાલાવડ રોડ પર આવેલ હોટલ સયાજી ખાતે આયર્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમનું આગમન થયું છે.

Advertisement

મહિલા ખેલાડીઓનું આરતી અને કપાળે ટીકા કરી બુકે-ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે ભારતીય મહિલા ટીમનું પણ આગમન થશે. હાલમાં રાજકોટમાં ક્રિકેટ ફીવર જોવા મળી રહ્યો છે.ઉલ્લેખનીય છે કે, એક દાયકા કરતા વધુ સમયથી કાર્યરત આ સ્ટેડિયમમાં પ્રથમ વખત વિમેન્સ ટીમ ક્રિકેટ રમશે. પ્રેક્ષકો માટે એન્ટ્રી ફ્રી રાખવા નિર્ણય સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ક્રિકેટ રસીકો માટે નવા વર્ષની શરૂૂઆતમાં જાન્યુઆરી મહિનામાં આનંદો છવાશે. રાજકોટ જામનગર રોડ પર નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે પ્રથમ વખત વિમેન્સ ટિમ મહેમાન બની ક્રિકેટ મેચ રમશે અને મહિલા ખેલાડીઓ ચોગ્ગા છગ્ગાના વરસાદ સાથે પ્રેક્ષકોને ખુશ કરી દેશે. આગામી 10, 12 અને 15 જાન્યુઆરી 2025ના રોજ ભારતીય મહિલા ટીમ આર્યલેન્ડ મહિલા ટીમ સાથે ત્રણ વનડે મેચની સિરીઝ રમશે જે મેચની શરૂૂઆત સવારે 11 વાગ્યાથી થશે. મહિલા ખેલાડીઓ કાલાવડ રોડ પર આવેલ સયાજી ખાતે રોકાણ કરશે. મહિલા ખેલાડીઓને પ્રોત્સાહન મળે તે માટે અને વધુને વધુ લોકો આ મેચ નિહાળે તે માટે ત્રણેય મેચમાં પ્રેક્ષકો માટે એન્ટ્રી ફ્રી રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement