ભારત-આયર્લેન્ડ વન-ડે શ્રેણીનો રોમાંચક પ્રારંભ
મુંબઇની સાયલી સતધરેનુ ડેબ્યૂ, શાળા-કોલેજની વિદ્યાર્થીઓ સહિત 5000થી વધુ પ્રેક્ષકો ઊમટ્યા, ગેબી લેવિસે 92 અને લીહ પોલે 59 રજ ફટકાર્યા
ભારત-આયલેન્ડ વચ્ચેની પ્રથમ મેચમાં ટોસ જીતને ઉતરેલી આયલેન્ડની ટીમે 238 રનમાં સાત વીકેટ ગુમાવી છે. જેમાં ગેબી લેવીસે શાનદાર 72 રન અને લીહ પોલે 59 રન ફટકાર્યા હતા.
ભારત અને આયર્લેન્ડ વચ્ચે 3 વન-ડે મેચની સિરીઝની પહેલી મેચ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ટોસ જીતી આયર્લેન્ડ ટીમે પહેલી બેટિંગ કરવા નિર્ણય કર્યો છે. બીજી તરફ આજે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે મુંબઈની રહેવાસી 24 વર્ષીય સાયલી સતઘરેએ ડેબ્યુ કર્યું છે. આજે તેમના પરિવારજનો ઈન્ડિયન ટીમમાં સ્થાન મળતા દીકરીનો પ્રથમ મેચ જોવા ખાસ આવ્યા છે.
રાજકોટમાં પહેલીવાર મહિલા ક્રિકેટ જોવા માટે રાજકોટની વિવિધ શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સહિત 5000 થી વધુ ક્રિકેટ રસિકો આવી પહોંચ્યા હતા. ખાસ મહિલા ટીમને ચીયરઅપ કરતા યુવતીઓએ ગો ગો વુમન ઈન બ્લ્યુ વી આર પ્રાઉડ ઑફ યુ ના નારા લગાવ્યા હતા.
આજે પહેલીવાર જયારે આ સ્ટેડિયમ પર મહિલા ક્રિકેટ રમાઈ રહી છે, ત્યારે મહિલાઓનો ઉત્સાહ વધારવા માટે પ્રેક્ષકો માટે ફ્રી એન્ટ્રી રાખી છે અને મેચ શરૂૂ થતા સમય સુધીમાં અલગ અલગ શાળા-કોલજનાં 5000 જેટલા યુવક-યુવતીઓ અને ક્રિકેટ રસિકો મેચ નિહાળવા આવી પહોંચ્યા છે.