For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ICCના 12માંથી 8 રેન્કિંગમાં ભારતનો દબદબો

01:19 PM Dec 07, 2023 IST | admin
iccના 12માંથી 8 રેન્કિંગમાં ભારતનો દબદબો

ICCએ તાજેતરમાં ક્રિકેટના ત્રણેય ફોર્મેટ માટે બેટ્સમેન, બોલર અને ઓલરાઉન્ડરના રેન્કિંગની જાહેરાત કરી છે. આઇસીસીએ બહાર પાડેલી (ICC Ranking) નવી રેન્કિંગ લીસ્ટમાં ક્રિકેટની દુનિયામાં ભારતનો દબદબો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. હકીકતમાં કિક્રેટની જુદી જુદી એકંદરે 12 જેટલી રેન્કિંગમાંથી 8 પર ભારતીય ખેલાડીઓનું વર્ચસ્વ દેખાઈ રહ્યું છે. ટી-20 અને ટેસ્ટમાં નંબર-1 ટીમથી લઈને નંબર-1 બોલર પર ભારત અને ભારતીય ખેલાડીઓનો કબજો છે.
નંબર-1 ટેસ્ટ ટીમ: ભારતીય ટીમ અહીં 118 રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. બીજા સ્થાને રહેલી ઓસ્ટ્રેલિયાના પણ 118 રેટિંગ પોઈન્ટ છે.
નંબર-1 ટેસ્ટ બોલર: આર.અશ્વિન લાંબા સમયથી આ મામલે નંબર વન પર છે. તેના ખાતામાં 879 રેટિંગ પોઈન્ટ છે. કાગીસો રબાડી બીજા નંબરે આવે છે. તેના 825 રેટિંગ પોઈન્ટ છે.
નંબર-1 ટેસ્ટ ઓલરાઉન્ડર: ટેસ્ટમાં ઓલરાઉન્ડરની ટોપ-2 પોઝિશન ફક્ત ભારતીયો પાસે છે. રવિન્દ્ર જાડેજા (455) પ્રથમ સ્થાને અને આર અશ્વિન (370) બીજા સ્થાને આવે છે.
નંબર-1 ટી-20 ટીમ: ભારતીય ટીમ 265 રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. 259 પોઈન્ટ સાથે ઈંગ્લેન્ડ બીજા સ્થાને છે.
નંબર-1 ટી-20 બેટ્સમેન: આ કેટેગરીમાં પણ ભારતીય ખેલાડીનું નામ આવે છે. સૂર્યકુમાર યાદવના નામે 855 રેટિંગ પોઈન્ટ છે. છેલ્લા ઘણા મહિનાઓથી તે ટી20માં નંબર-1 રહ્યો છે. 757 પોઈન્ટ સાથે પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાન બીજા સ્થાને છે.
નંબર-1 ટી-20 બોલર: ટી20માં બોલિંગમાં ઘણાં સમયથી રાશિદ ખાનનું વર્ચસ્વ હતું પરંતુ રાશિદ ખાનને પાછળ રાખી રવિ બિશ્નોઈએ પહેલું સ્થાન મેળવ્યું છે. રવિ બિશ્નોઈના 699 પોઈન્ટ છે અને તેણે રાશિદ ખાન (692)ને 7 રેટિંગ પોઈન્ટથી પાછળ છોડી પ્રથમ સ્થાન મેળવ્યું છે.
નંબર-1 ઓડીઆઇ ટીમ: ટીમ ઈન્ડિયા 121 રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. તે વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા (117) કરતા 4 પોઈન્ટ આગળ છે.
નંબર-1 ઓડીઆઇ બેટ્સમેન: વન ડેમાં બેટ્સમેન મામલે પણ ભારતીય ખેલાડીનો નંબર છે. ભારતીય ઓપનર શુભમન ગિલ પ્રથમ સ્થાને છે. તે બીજા સ્થાને રહેલા બાબર આઝમ (824) કરતા બે પોઈન્ટ આગળ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement