For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દિલ્હી ટેસ્ટમાં ભારતે 518 રન પર દાવ ડિકલેર કર્યો

04:53 PM Oct 11, 2025 IST | Bhumika
દિલ્હી ટેસ્ટમાં ભારતે 518 રન પર દાવ ડિકલેર કર્યો

યશસ્વી જયસ્વાલે 175, કેપ્ટન ગિલના અણનમ 129 રન, સાઈ સુદર્શને 87 રન ફટકાર્યા, વેસ્ટ ઈન્ડિઝે 26 રનમાં જ એક વિકેટ ગુમાવી

Advertisement

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ભારતે પોતાનો પહેલો દાવ 518 રન પર ડિકલેર કર્યો હતો. જવાબમાં, વેસ્ટ ઈન્ડિઝે ટી-બ્રેક સુધી એક વિકેટ ગુમાવીને 26 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા પાસે હજુ પણ 492 રનની લીડ છે.

રવિન્દ્ર જાડેજાએ ભારતને એકમાત્ર સફળતા અપાવી, શોર્ટ લેગ પર સાઈ સુદર્શનનો શાનદાર કેચ. અગાઉ, ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ભારતે 518 રન પર પોતાનો પહેલો દાવ જાહેર કર્યો. આ સમયગાળા દરમિયાન ભારતે પાંચ વિકેટ ગુમાવી દીધી. યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ ભારતના સેન્ચુરિયન હતા. જયસ્વાલે 175 રન બનાવ્યા, જ્યારે કેપ્ટન ગિલ 129 રન બનાવી અણનમ રહ્યા. જયસ્વાલ અને ગિલ ઉપરાંત, સાઈ સુદર્શને 87 અને નીતિશ કુમાર રેડ્ડીએ 43 રન બનાવ્યા.

Advertisement

ભારતીય ટીમે પાંચ વિકેટ ગુમાવીને 518 રન પર પોતાનો પહેલો દાવ જાહેર કર્યો. વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન રોસ્ટન ચેઝે ધ્રુવ જુરેલને બોલ્ડ કર્યો અને આ સાથે ભારતે ઇનિંગ્સ ડિકલેર કરી. ટીમ ઈન્ડિયા તરફથી યશસ્વી જયસ્વાલે 175 રન બનાવ્યા. કેપ્ટન ગિલ 129 રન બનાવીને અણનમ રહ્યા. સાઈ સુદર્શને 87 રનની ઇનિંગ્સ રમી. ધ્રુવ જુરેલ અને નીતિશ રેડ્ડી અડધી સદી ચૂકી ગયા. જુરેલે 44 અને રેડ્ડીએ 43 રન બનાવ્યા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી વોરિકને ત્રણ વિકેટ લીધી.

WTCમાં સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય ખેલાડી બન્યા શુભમન ગીલ
બીજી ટેસ્ટ મેચમાં સદી ફટકારતાની સાથે જ શુભમન ગિલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) માં સૌથી વધુ સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે. તેણે આ મામલે રોહિત શર્માનો કીર્તિમાન ધ્વસ્ત કર્યો છે. રોહિત શર્માએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધી કુલ 9 સદી ફટકારી હતી. ગિલ WTC માં 10 સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે.આ ઉપરાંત, શુભમન ગિલ WTC માં કેપ્ટન તરીકે પણ સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય ખેલાડી બન્યો છે અને તેણે આ મામલે પણ રોહિતનો રેકોર્ડ તોડ્યો છે. આ સાથે જ તેણે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને પણ પાછળ છોડી દીધો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement