એશિયા હોકી કપમાં ભારતે થાઇલેન્ડને 1-0થી હરાવ્યું
ચીનમાં શરૂૂ થયેલા મહિલા હોકી એશિયા કપ 2025માં ભારતીય મહિલા હોકી ટીમે તેની પહેલી મેચમાં થાઈલેન્ડને 11-0થી હરાવ્યું હતું. ગોંગશુ કેનાલ સ્પોર્ટ્સ પાર્ક હોકી ફિલ્ડ ખાતે રમાયેલી આ મેચમાં ભારતે આક્રમક રમત રમી અને થાઈલેન્ડને એકતરફી રીતે હરાવ્યું. ભારતીય મહિલા ટીમ આ વર્ષે FIH પ્રો લીગના યુરોપમાં છેલ્લા સ્થાને રહી હતી, પરંતુ તેમણે એશિયા કપમાં મજબૂત શરૂૂઆત કરી છે.
એશિયા કપના પહેલા મેચમાં થાઈલેન્ડ સામે જીત સાથે શરૂૂઆત કરવી એ ખેલાડીઓ માટે સારા સમાચાર છે. અનુભવી ગોલકીપર સવિતા અને ડ્રેગ ફ્લિકર અને સ્ટાર ફોરવર્ડ દીપિકા ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર હોવાથી ભારતીય ટીમ નબળી દેખાતી હતી. પરંતુ મુમતાઝ ખાન, ઉદિતા અને બ્યુટી ડુંગ ડુંગના ઉત્તમ પ્રદર્શનને કારણે ભારતીય ટીમે સરળ વિજય નોંધાવ્યો.
ભારતે શરૂૂઆતથી જ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું અને શાનદાર ગોલ કર્યા. મુમતાઝ ખાન, ઉદિતા અને બ્યુટી ડુંગ ડુંગે બે-બે ગોલ કર્યા, જ્યારે સંગીતા કુમારી, નવનીત કૌર, લાલરેમસિયામી, શર્મિલા દેવી અને રુતુજા દાદાસો પિસાલે એક-એક ગોલ કર્યો. ભારતે પહેલા હાફમાં 5-0ની લીડ મેળવી. આ પછી, બીજા હાફમાં ભારતનું આક્રમણ વધુ તીવ્ર બન્યું અને રમતના અંત સુધીમાં, ટીમ ઈન્ડિયાએ 11 ગોલ કર્યા હતા ભારત હવે શનિવારે જાપાન અને 8 સપ્ટેમ્બરે સિંગાપોરનો સામનો કરશે.