ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભારતે ઓસ્ટ્રેલિયાને 102 રનથી હરાવી સિરીઝ બરાબર કરી, મંધાનાની તોફાની સદી

11:18 AM Sep 18, 2025 IST | Bhumika
Advertisement

પ્લેયર ઓફ ધ મેચ સ્મૃતિએ 91 બોલમાં 117 રન ફટકાર્યા

Advertisement

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા સામેની બીજી વન-ડે મેચમાં શાનદાર પ્રદર્શન કરીને 102 રનથી વિજય મેળવ્યો છે. આ જીત સાથે, ભારતે ત્રણ મેચની સિરીઝમાં 1-1ની બરાબરી કરી છે. ભારતની આ જીતનો શ્રેય મુખ્યત્વે સ્મૃતિ મંધાનાની ક્લાસિક સદી અને બોલર્સના શિસ્તબદ્ધ પ્રદર્શનને જાય છે. પ્લેયર ઓફ ધ મેચ બનેલી સ્મૃતિ મંધાનાએ 91 બોલમાં 117 રનની તોફાની ઇનિંગ રમી, જેમાં 14 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા. આ મેચમાં જીત મળતા મંધાનાએ ખુશી વ્યક્ત કરતા કહ્યુ ઓસ્ટ્રેલિયા સામેની મારી છેલ્લી બે સદી હારમાં પરિણમી હતી, ખુશ છું કે આજે અમે મેચ જીત્યા. ભારતે બેટિંગ કરતા 292 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો.

શરૂૂઆતમાં ભારતનો સ્કોર 320 સુધી પહોંચી શકે તેમ હતો, પરંતુ ઓસ્ટ્રેલિયન બોલર્સે સારી રીતે વાપસી કરી હતી. જોકે, ભારતીય બોલર્સે નવી બોલથી જ ઓસ્ટ્રેલિયા પર દબાણ બનાવ્યું. ક્રાંતિ ગૌડ અને રેણુકા સિંહ ઠાકુરે ઓપનરને ઝડપી આઉટ કર્યા અને પાવરપ્લેમાં માત્ર 25 રન આપ્યા અંતે ઓસ્ટ્રેલિયાની ટીમ 292 રનના જવાબમાં માત્ર 190 રન જ બનાવી શકી. ઓસ્ટ્રેલિયાની છેલ્લી છ વિકેટ માત્ર 56 રનમાં પડી ગઈ. આ જીત ઓસ્ટ્રેલિયા સામે ભારતીય મહિલા ટીમની ઘરેલું મેદાન પર 2007 પછીની પ્રથમ જીત છે.

Tags :
indiaindia newsSportssports news
Advertisement
Next Article
Advertisement