For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આવતીકાલે ભારત-ઓસ્ટ્રેલિયા મહિલા વિશ્ર્વ કપનો નિર્ણાયક મેચ

01:17 PM Oct 11, 2025 IST | Bhumika
આવતીકાલે ભારત ઓસ્ટ્રેલિયા મહિલા વિશ્ર્વ કપનો નિર્ણાયક મેચ

ભારતના પ્રથમ પાંચ બેટરોની નિષ્ફળતા ભારતને સતાવી રહી છે

Advertisement

ભારત આ મેચ જીતશે તો સેમિ ફાઇનલનો પ્રવેશ નિશ્ર્વિત થઇ શકે છે

આવતીકાલે રવિવારે ભારત ઓસ્ટ્રેલિયાની મહીલા ક્રિકેટ ટીમ વચ્ચે મહિલા વિશ્ર્વ કપનો મહત્વનો મેચ રમાશે. સાઉથ આફ્રિકા સામે ભારતનાં પરાજય બાદ આ મેચ ભારત માટે જીતવો જરૂરી છે.

Advertisement

પોઇન્ટ ટેબલમા હાલ ભારત ત્રીજા નંબર પર છે એટલે સુપર ફોર અથવા સેમી ફાઇનલમા પહોંચવા માટે ભારત માટે આ મેચ જીતવો જરૂરી બની જાય છે. જો ભારત આ મેચ જીતશે તો સેમી ફાઇનલ પ્રવેશ પણ લગભગ નિશ્ર્ચીત બની જશે.

ભારતનો સૌથી મોટો સતાવતો પ્રશ્ર્ન એ છે કે મીડલ ઓર્ડર બેટસવુમન કલીક થયા નહી અને તેને કારણે લોઅર ઓર્ડરનાં બેટરોને રન બનાવીને ટીમને બચાવી પડી રહી છે . હાલ ભારતની અર્ધી ટીમ 25 ઓવર સુધીમા જ પેવીલીયન ભેગી થઇ જાય છે અને પાછલા ક્રમના બેટરોના ભાગે જવાબદારી આવી જાય છે. હરમનપ્રિત કૌર, જેમીમા રોડરીગ્સ કે ડીઓલ રમવામાં સફળ થયા નથી. હતલ ભારતના ટોપ ડ્રાઇમ મહિલા ક્રિકેટરોની એવરેજ માત્ર 13 રનની રહી છે.

બીજી બાજુ ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલેથી જ મજબુત બની છે. ઓસ્ટ્રેલિયાના સુકાની એલીસા હીલી, ગાર્ડનર કીમ ગાર્થ એલન કીંગ, તાહીલા મેકગ્રાથ એલીસે પેરી ફોર્મમા છે. આવા સમયમા ભારતે ઓસ્ટ્રેલિયા સામે વધુ આક્રમક અને સોલીડ ક્રિકેટ રમવુ પડશે. જો ભારત આ મેચમા પ્રથમ બેટીંગ કરે તો 250 ઉપર ન તો કરવા જ પડશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement