ભારત-ઓસ્ટ્રેલિયા મહિલા-એ ટીમના 13 મેચોનું શેડયૂલ જાહેર
BCCI એ ભારત-ઓસ્ટ્રેલિયા મેચનું શેડ્યૂલ જાહેર કર્યું છે.ઓસ્ટ્રેલિયાનો આ પ્રવાસ પુરુષ ટીમ નહી પરંતુ મહિલા ટીમ અને એ ટીમનો હશે. ઓસ્ટ્રેલિયાની 2 ટીમો સિવાય સાઉથ આફ્રિકાની એ ટીમ પણ ભારત પ્રવાસ આવશે. ઓસ્ટ્રેલિયાની બંન્ને ટીમ સપ્ટેમ્બર થી ઓક્ટોબર સુધી ભારતનો પ્રવાસ કરશે. જ્યારે સાઉથ આફ્રિકા એનો ભારત પ્રવાસ પણ ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં રહેશે.
BCCI દ્વારા ત્રણેય ટીમોના પ્રવાસ સહિત કુલ 13 મેચનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ 14 થી 20 સપ્ટેમ્બર દરમિયાન ભારત સાથે 3 મેચની ODI સિરીઝ રમશે. ઓસ્ટ્રેલિયા અ ટીમનો પ્રવાસ 2 મલ્ટી-ડે મેચ અને 3 ODI મેચ માટે હશે. આ ટીમ 16 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી ભારતના પ્રવાસ પર રહેશે.ઓસ્ટ્રેલિયાની બંન્ને ટીમો બાદ સાઉથ આફ્રિકાની એ ટીમ ભારત પ્રવાસ પર આવશે. તેનો પ્રવાસ 30 ઓક્ટોબરથી શરુ થશે અને 19 નવેમ્બર સુધી ચાલશે. આ પ્રવાસ 20 દિવસનો હશે. આ દરમિયાન 2 મલ્ટી ડે મેચ સિવાય 3 વનડે સીરિઝ પણ રમાશે.
ભારતની મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ, જેને વુમન ઈન બ્લુ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે.