For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

એશિયા કપમાં રવિવારે ભારત પાકિસ્તાન વચ્ચે ફરી ટક્કર

11:12 AM Sep 18, 2025 IST | Bhumika
એશિયા કપમાં રવિવારે ભારત પાકિસ્તાન વચ્ચે ફરી ટક્કર

ટીમ ઇન્ડિયા કાલે ઓમાન સામે અંતિમ ગ્રુપ સ્ટેજ મેચ રમશે

Advertisement

પાકિસ્તાન અને યુએઈ વચ્ચે રમાયેલી એશિયા કપની 10મી મેચમાં પાકિસ્તાને 41 રનથી જીત મેળવી હતી. આ જીત સાથે પાકિસ્તાન સુપર ફોર માટે ક્વોલિફાય થઈ ગયું છે, જ્યારે યુએઈની સફર હવે પૂરી થઈ ગઈ છે. ભારતીય ટીમ અને પાકિસ્તાન ગ્રુપ અમાંથી ક્વોલિફાય થઈ ગયા છે. આનાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજી ટક્કરનો માર્ગ મોકળો થઈ ગયો છે. બંને ટીમો વચ્ચે આગામી મેચ રવિવાર (21મી સપ્ટેમ્બર)ના રોજ દુબઈમાં રમાશે.

એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાનની સફર પર નજર કરીએ તો ભારતીય ટીમે યુએઈ સામે પોતાના અભિયાનની શરૂૂઆત કરી હતી. સૂર્ય કુમારની આગેવાની હેઠળ આ મેચ મોટા અંતરથી જીતી હતી. બીજી મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું હતું. ભારતીય ટીમ શુક્રવારે ઓમાન સામે પોતાનો અંતિમ ગ્રુપ સ્ટેજ મેચ રમશે.

Advertisement

બીજી તરફ પાકિસ્તાને ઓમાન સામેની મેચ જીતીને પોતાના અભિયાનની શરૂૂઆત કરી હતી. પાકિસ્તાન બીજી મેચ હારી ગયું હતું, જ્યારે પાકિસ્તાને યુએઈ સામે ત્રીજી મેચ જીતી હતી. આ દરમિયાન યુએઈને આ ટુર્નામેન્ટમાં બે હાર અને એક જીત મળી છે, જ્યારે ઓમાન અત્યાર સુધી બંને મેચ હારી ગયું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement