For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ડાયમંડ લીગમાં, 90.23 મીટર દૂર ભાલો ફેંકી નિરજ ચોપડાએ ઈતિહાસ રચ્યો

11:02 AM May 17, 2025 IST | Bhumika
ડાયમંડ લીગમાં  90 23 મીટર દૂર ભાલો ફેંકી નિરજ ચોપડાએ ઈતિહાસ રચ્યો

આમ છતાંય સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો

Advertisement

ભારતના સ્ટાર ભાલા ફેંકનાર અને ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપરાએ આખરે તે સિદ્ધિ હાંસલ કરી છે જેની તેઓ અને સમગ્ર ભારત ઘણા સમયથી રાહ જોઈ રહ્યું હતું. નીરજ ચોપરાએ જ્વેલિન થ્રોમાં 90 મીટરના પ્રતિષ્ઠિત આંકડાને સ્પર્શ કરીને ઇતિહાસ રચી દીધો છે. આમ કરનાર તેઓ પ્રથમ ભારતીય ભાલા ફેંકનાર બન્યા છે, જે ભારતીય એથ્લેટિક્સ માટે એક ગૌરવપૂર્ણ ક્ષણ છે. નીરજ ચોપરાએ કતારની રાજધાની દોહામાં આયોજિત ડાયમંડ લીગ મીટમાં શુક્રવાર રાત્રે આ ઐતિહાસિક સિદ્ધિ મેળવી. આ વર્ષની તેમની આ પહેલી સ્પર્ધા હતી. બે વખત ઓલિમ્પિક મેડલ વિજેતા, વર્લ્ડ ચેમ્પિયન અને ડાયમંડ લીગ ચેમ્પિયન રહી ચૂકેલા નીરજે આ ઇવેન્ટમાં પોતાના ત્રીજા થ્રોમાં 90.23 મીટરનો શાનદાર થ્રો કરીને આખરે 90 મીટરનો મુશ્કેલ અવરોધ પાર કર્યો.

તેમનો અગાઉનો શ્રેષ્ઠ થ્રો 89.94 મીટર હતો, જે તેમણે 2022 સ્ટોકહોમ ડાયમંડ લીગમાં કર્યો હતો.
નીરજે ઇવેન્ટની શરૂૂઆત શાનદાર કરી. તેમનો પહેલો થ્રો 88.44 મીટરનો હતો, જેની સાથે તેમણે શરૂૂઆતમાં લીડ મેળવીને પ્રથમ સ્થાન હાંસલ કર્યું. તેમનો બીજો થ્રો નોંધાઈ શક્યો ન હતો, પરંતુ ત્રીજા થ્રોમાં 90.23 મીટરના ઐતિહાસિક થ્રો સાથે તેમણે વર્ષોથી ચાલી રહેલી રાહનો અંત લાવ્યો. 2022 માં તેઓ 90 મીટરની ખૂબ નજીક પહોંચ્યા હતા, પરંતુ ત્યારથી આ આંકડો પાર કરી શક્યા ન હતા. જોકે, આ વખતે તેમણે આ ચમત્કાર કરી બતાવ્યો.

Advertisement

જોકે, નીરજ તેમના છેલ્લા 3 થ્રોમાં 90.23 મીટરના અંતરને વટાવી શક્યા નહીં અને આના કારણે તેઓ દોહા ડાયમંડ લીગ જીતવાથી ચૂકી ગયા. તેમના નજીકના હરીફ, જર્મનીના જુલિયન વેબરે ખૂબ જ છેલ્લી ઘડીએ તેમને પછાડ્યા. વેબરે પોતાના છઠ્ઠા અને અંતિમ થ્રોમાં 91.06 મીટરનું અંતર હાંસલ કરીને નીરજ પાસેથી પ્રથમ સ્થાન છીનવી લીધું અને મીટ જીતી લીધી. યોગાનુયોગ, વેબરે પણ પોતાની કારકિર્દીમાં પહેલીવાર 90 મીટરનો આંકડો પાર કર્યો. નીરજનો છેલ્લો થ્રો 88.20 મીટરનો હતો અને તેમને બીજું સ્થાન મળ્યું.

Advertisement
Tags :
Advertisement
Advertisement