એશિયા કપની ટ્રોફી જોઇતી હોય તો ICC ઓફિસે આવીને લઇ જાવ
મેં BCCIની કોઇ માફી માગી નથી, નકવીની નવી હરકત
ભારતે એશિયા કપ જીતી લીધો પરંતુ ટ્રોફીનો મુદ્દો શાંત થવાનું નામ નથી લઈ રહ્યો, ભારતે એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને હરાવ્યા બાદ ટ્રોફી પર કબજો કર્યો હતો, પરંતુ ભારતીય ટીમ ACC અને ઙઈઇના અધ્યક્ષ હવે એક એવી વાત લઈને આવ્યા છે કે જે ભારત ક્યારે સ્વિકારવા માગશે નહીં. મોહસિન નકવી ટ્રોફી વિવાદ અંગે કહે છે કે, દુબઈમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું ત્યારે તેઓ ટ્રોફી આપવા માટે તૈયાર હતા, અને હજુ પણ તૈયાર છે. જોકે, તેમણે એવી શરત મૂકી કે સૂર્યકુમાર યાદવની કોઈ વ્યક્તિ ACC ઓફિસ આવીને મેળવી લે.
જોકે, હાલની સ્થિતિને જોતા લાગે છે કે, ભારત કે BCCI આ વાત સ્વિકારવા તૈયાર નહીં હોય. ટ્રોફી અંગે વાત કરીને નકવી કહે છે કે, ACC અધ્યક્ષ તરીકે હું તે જ દિવસે ટ્રોફી આપવા માટે તૈયાર હતો, અને હાલ પણ તૈયાર છું. જો તેઓ ખરેખર ટ્રોફી ઈચ્છે છે તો ACC ઓફિસ આવીને મારી પાસેથી સ્વિકારી શકે છે. નકવીનું ડ અકાઉન્ટ ભારતમાં પ્રતિબંધિત છે જોકે, તેમણે અહીં લખ્યું છે કે, મેં કશું જ ખોટું કર્યું નથી અને હું ક્યારેય આ અંગે BCCIની માફી માગી નથી કે ભવિષ્યમાં માગવાનો પણ નથી.
સામાન્ય રીતે આ પ્રકારની મોટી ટુર્નામેન્ટની ટ્રોફી રોટેશન ટ્રોફી તરીકે યુઝ કરવામાં આવતી હોય છે. જે ટુર્નામેન્ટની શરુઆતમાં અને જ્યારે જરુર હોય ત્યારે મેદાન પર લાવવામાં આવતી હોય છે અને વિજેતા ટીમ ટ્રોફીને ચોક્કસ સમય સુધી પોતાની પાસે રાખી શકતી હોય છે, જે પછી જે બોર્ડની ઓફિસના શો-કેસ માટે પરત સોંપવામાં આવતી હોય છે.