For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારતીય ધ્વજ ફરકાવવાથી વિવાદ થાય તો થવા દો: તલ્હા અંજુમ

11:11 AM Nov 19, 2025 IST | Bhumika
ભારતીય ધ્વજ ફરકાવવાથી વિવાદ થાય તો થવા દો  તલ્હા અંજુમ

પાકિસ્તાની પોપ સિંગર તલ્હા અંજુમ ફરી એકવાર સમાચારમાં છે. તેઓ એક સમયે ભારતની આકરી ટીકા કરવા માટે સમાચારમાં હતો. પરંતુ આ વખતે તેણે કંઈક એવું કર્યું જેના કારણે તે ફરીથી હેડલાઇન્સમાં આવ્યો છે. આ વખતે તેમણે કાઠમંડુમાં એક લાઇવ પર્ફોર્મન્સ દરમિયાન ભારતીય ધ્વજ લહેરાવ્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તલ્હા ભારતીય સ્ટ્રીટ ગેંગ રેપર નેઝી માટે પોતાનું ગીત રજૂ કરી રહ્યા હતા ત્યારે ભીડમાંથી કોઈએ તેમની તરફ ભારતીય ધ્વજ ફેંક્યો.

Advertisement

ગાયકે ઝડપથી ત્રિરંગો પકડ્યો અને તેને ફરીથી લહેરાવ્યો, બાદમાં તેને પોતાની આસપાસ લપેટી લીધો. જોકે, પાકિસ્તાની રેપરે પાછળથી ઇન્સ્ટાગ્રામ પર પોતાનો બચાવ કર્યો. તેમણે પોસ્ટમાં લખ્યું, નસ્ત્રમારા હૃદયમાં નફરત માટે કોઈ સ્થાન નથી. મારી કલાને કોઈ સીમા નથી. જો ભારતીય ધ્વજ ફરકાવવાથી વિવાદ થાય છે, તો થવા દો. હું ફરીથી તે કરીશ. મેં ક્યારેય મીડિયાની ચિંતા કરી નથી. મને સરકાર અને તેમના પ્રચારની કોઈ ચિંતા નથી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement