ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ICCનો ઐતિહાસિક નિર્ણય, મહિલા વર્લ્ડ કપમાં હવે 8ને બદલે 10 ટીમ

10:49 AM Nov 08, 2025 IST | admin
Advertisement

આ વર્ષે 300,000 દર્શકોએ મેદાનમાં અને 500 મિલિયને ઓન-સ્ક્રીન ટૂર્નામેન્ટ જોઇ હતી

Advertisement

ઈન્ટરનેશન ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ 2025ના વર્લ્ડ કપની અપાર સફળતા બાદ એક મોટો નિર્ણય લીધો છે. ICC એ 7 નવેમ્બરના એક ઐતિહાસિક જાહેરાત કરી હતી, જેમાં વર્લ્ડ કપમાં ભાગ લેતી ટીમોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો હતો. ICC અનુસાર, 2029 ના મહિલા ODI વર્લ્ડ કપમાં હવે આઠને બદલે 1 ટીમો હશે. દુબઈમાં ICC બોર્ડ મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેનો ઉદ્દેશ્ય મહિલા ક્રિકેટના વૈશ્વિક વિકાસ અને સ્પર્ધાત્મકતાને આગળ વધારવાનો હતો.

તાજેતરમાં પૂર્ણ થયેલા મહિલા વર્લ્ડ કપ 2025માં આઠ ટીમોએ ભાગ લીધો હતો. ટીમ ઈન્ડિયાએ નવી મુંબઈમા રમાયેલી ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 52 રનથીહરાવીનેપહેલીવારICC વર્લ્ડ કપ જીત્યો હતો. અત્યાર સુધી મહિલા ODI વર્લ્ડ કપમાં ફક્ત આઠ ટીમોને ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ વધતા પ્રદર્શન સ્તર, દર્શકોની રુચિ અને મહિલા ક્રિકેટની ઝડપથી વિસ્તરતીપહોંચને ધ્યાનમાં રાખીને, ICC એ ટુર્નામેન્ટનો વિસ્તાર કરવાનો નિર્ણય લીધો. આ ફેરફાર 2029ના વર્લ્ડ કપમાંપહેલીવાર લાગુ કરવામાં આવશે.

ICC ની પ્રેસ રિલીઝમાંજણાવાયું છે કે, ICC બોર્ડે આગામી ટુર્નામેન્ટમાં ટીમોની સંખ્યા 8 થી વધારીને 10 (2025 માં 8 ટીમો હતી) કરીને મહિલા વર્લ્ડ કપ ઇવેન્ટની સફળતા પર નિર્માણ કરવા સંમતિ આપી છે. રિલીઝમાં વધુમાં જણાવાયું છે કે લગભગ 300,000 દર્શકોએ સ્ટેડિયમમાં ટુર્નામેન્ટ જોઈ જે કોઈપણ મહિલા ક્રિકેટ ઇવેન્ટ માટે દર્શકોની હાજરીનો રેકોર્ડ તોડી નાખે છે. આ ટુર્નામેન્ટમાં દર્શકોની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો અને ભારતમાં લગભગ 500 મિલિયનદર્શકો સાથે વિશ્વભરમાં ઓન-સ્ક્રીન દર્શકોનો નવો રેકોર્ડ બનાવ્યો.

Tags :
ICCindiaindia newsSportssports newsWomen's World Cup
Advertisement
Next Article
Advertisement