ICCની મોટી જાહેરાત: પાકિસ્તાન બાદ ભારતમાં આવશે ચેમ્પિયન્સ ટ્રોફી, જાણો આખું શેડયુલ
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ના સમયપત્રકની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ. આ ટૂર્નામેન્ટ પાકિસ્તાનની યજમાનીમાં રમાવાની છે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આ માટે જોરશોરથી તૈયારી કરી રહ્યું છે. આ બધાની વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હાલમાં જ કંઈક એવું કર્યું હતું જેના કારણે ભારે હોબાળો મચી ગયો હતો. વાસ્તવમાં, પીસીબીએ ટૂર્નામેન્ટની ટ્રોફીની જાહેરાત કરી હતી. એટલે કે આ ટ્રોફીને ચાહકો વચ્ચે અલગ-અલગ જગ્યાએ લઈ જવામાં આવશે. પીસીબીના શેડ્યૂલ મુજબ, ટ્રોફી સ્કર્દુ, મુરી, હુન્ઝા અને મુઝફ્ફરાબાદ જેવા સ્થળોએ જવાની હતી. તેમાંથી સ્કર્દુ, હુન્ઝા અને મુઝફ્ફરાબાદ PoK (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર)માં આવે છે. આવી સ્થિતિમાં ICCએ હવે મોટો નિર્ણય લીધો છે. PoKના કોઈ પણ શહેરમાં ટ્રોફી નહીં જાય.
અહેવાલો અનુસાર, BCCI સેક્રેટરી જય શાહે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના શહેરોમાં ટ્રોફી પ્રવાસ યોજવાના પગલાનો સખત વિરોધ કર્યો હતો અને નિંદા કરી હતી. આ ઘટના પછી, ICCએ PCBને ચેમ્પિયન્સ ટ્રોફીના પ્રવાસને કોઈપણ વિવાદિત PoKમાં લઈ જવાની મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો હતો. આવી સ્થિતિમાં હવે ICCએ કોઈ મોટી જાહેરાત કરી નથી. હવે ચેમ્પિયન્સ ટ્રોફીની ટૂર PoKમાં નહીં જાય. ICCએ નવા શહેરોના નામ જાહેર કર્યા છે, આ વખતે ICC દ્વારા પસંદ કરાયેલા નવા શહેરોમાં PoKનું કોઈ શહેર સામેલ નથી.
ICCના નવા કાર્યક્રમ અનુસાર, ચેમ્પિયન્સ ટ્રોફી 16 નવેમ્બરે ઈસ્લામાબાદ, 17 નવેમ્બરે તક્ષશિલા અને ખાનપુર, 18 નવેમ્બરે એબોટાબાદ, 19 નવેમ્બરે મુરી, 20 નવેમ્બરે નથિયા ગલી અને 22થી 25 નવેમ્બરે કરાચીનો પ્રવાસ કરશે. આ પછી ટ્રોફીને બાકીના 7 દેશોમાં મોકલવામાં આવશે, જે આ ટૂર્નામેન્ટમાં રમશે. આમાં ભારતનું નામ પણ સામેલ છે. ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર ભારતમાં 15 જાન્યુઆરી 2025 થી 26 જાન્યુઆરી 2025 સુધી ચાલશે, ત્યારબાદ ટ્રોફી પાકિસ્તાન પરત જશે, કારણ કે તે ટુર્નામેન્ટનું યજમાન છે.
ICC ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર શેડ્યૂલ
16 નવેમ્બર ઈસ્લામાબાદ, પાકિસ્તાન
17 નવેમ્બર – તક્ષશિલા અને ખાનપુર, પાકિસ્તાન
18 નવેમ્બર એબોટાબાદ, પાકિસ્તાન
19 નવેમ્બર- મુરી, પાકિસ્તાન
20 નવેમ્બર- નાથિયા ગલી, પાકિસ્તાન
22 - 25 નવેમ્બર - કરાચી, પાકિસ્તાન
26 - 28 નવેમ્બર - અફઘાનિસ્તાન
10 - 13 ડિસેમ્બર - બાંગ્લાદેશ
15- 22 ડિસેમ્બર દક્ષિણ આફ્રિકા
25 ડિસેમ્બર 5 જાન્યુઆરી ઓસ્ટ્રેલિયા
6 -11 જાન્યુઆરી ન્યુઝીલેન્ડ
12- 14 જાન્યુઆરી ઈંગ્લેન્ડ
15- 26 જાન્યુઆરી ભારત
27મી જાન્યુઆરીથી પાકિસ્તાન