ICCએ હારિસ રઉફને બે મેચ માટે સસ્પેન્ડ કર્યો, સૂર્યકુમાર યાદવને દંડ
ટીમ ઈન્ડિયાએ એશિયા કપ 2025નો ખિતાબ જીત્યો. ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને ચાર વિકેટથી હરાવીને એશિયા કપ ટ્રોફી જીતી હતી. આ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન ત્રણ વખત સામસામે આવ્યા હતા અને ટીમ ઈન્ડિયા ત્રણેય વખત જીતી હતી. નોંધનીય છે કે એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની દરેક મેચ વિવાદોથી ભરેલી રહી છે. હવે, ICC એ આ મામલે પોતાનો પહેલો ચુકાદો જારી કર્યો છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે હારિસ રઉફને 14 સપ્ટેમ્બરના મેચ માટે હારિસ રઉફને બે ડિમેરિટ પોઈન્ટ આપ્યા છે, જ્યારે 14 સપ્ટેમ્બરના મેચ માટે બે ડિમેરિટ અંક આપ્યા. એવામાં 24 મહિનાની સાઈકલમાં હરિસના કુલ 4 ડિમેરિટ પોઈન્ટ થઈ ગયા છે, અને તેના પર બે મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હારિસ હવે આગામી બે મેચ માટે પાકિસ્તાન ટીમની બહાર રહેશે. 14 સપ્ટેમ્બરના મેચ માટે સૂર્યકુમાર યાદવને 30% દંડ ફટકારવામાં આવ્યો છે. તે કલમ 2.21 ના ઉલ્લંઘનનો દોષી સાબિત થયો હતો. તેને તેની મેચ ફીના 30% દંડ ફટકારવામાં આવ્યો હતો અને બે ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યા હતા. પાકિસ્તાનના સાહિબજાદા ફરહાનને પણ આ જ કલમ હેઠળ દંડ ફટકારવામાં આવ્યો હતો.
ભારત અને પાકિસ્તાન વચ્ચે સુપર 4 તબક્કાની મેચ 21 સપ્ટેમ્બરના રોજ રમાઈ હતી. મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ દ્વારા આ મેચની સુનાવણી કરવામાં આવી હતી. ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ પર કલમ 2.6 હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો, જે અભદ્ર અથવા અપમાનજનક હાવભાવથી સંબંધિત છે. જોકે, તપાસ બાદ તે નિર્દોષ હોવાનું જાણવા મળ્યું હતું અને તેથી કોઈ દંડ લાદવામાં આવ્યો ન હતો.
