ICC રેન્કિંગ, ટેસ્ટમાં જો રૂટ પ્રથમ અને T-20માં જયસ્વાલ ચોથા સ્થાને
શુભમન ગીલે 16 સ્થાનનો કુદકો માર્યો
ઇંગ્લેન્ડના બેટ્સમેન જો રૂટે નવમી વખત ટેસ્ટ બેટ્સમેનોની રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. તેણે કેન વિલિયમસનને પછાડી આઇસીસી રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. ભારતનો ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ પુરૂૂષોની ટી20 રેન્કિંગમાં ચોથા સ્થાને પાછો ફર્યો છે. ટોપ-4માં બે ભારતીય ખેલાડીઓ છે. શુભમન ગિલ 16 સ્થાન ઉપર ચઢીને તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગમાં પહોંચી ગયો છે.
રૂટે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બર્મિંગહામ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 87 રન બનાવ્યા હતા. આનાથી તેને ટેસ્ટ રેન્કિંગમાં ટોચ પર પહોંચવામાં મદદ મળી છે. 20 થી વધુ રન બનાવનાર ટોપ છમાં તે એકમાત્ર ખેલાડી હતો. જોકે, ઈંગ્લેન્ડના લોઅર ઓર્ડરે રન બનાવ્યા હતા. આમાં જેમી સ્મિથ સદી ચૂકી ગયો હતો. આ યુવા વિકેટકીપર-બેટ્સમેન પણ 31 સ્થાન ચઢીને 64માં સ્થાને પહોંચી ગયો છે.
રૂટે આ ટેસ્ટ દરમિયાન જ એક મોટો માઈલસ્ટોન હાંસલ કર્યો હતો. ટેસ્ટ મેચોમાં વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બ્રાયન લારાના 11,953 રનને પાછળ રાખીને તે ફોર્મેટના ઈતિહાસમાં સાતમો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો હતો. 12,207 રન સાથે, રૂૂટ સક્રિય ટેસ્ટ ક્રિકેટરોમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેની પાછળ સ્ટીવન સ્મિથ (9685) અને વિરાટ કોહલી (8848) છે. તે ઓગસ્ટ 2015માં પ્રથમ વખત ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં ટોચ પર પહોંચ્યો હતો.
ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર માર્ક વુડ 92 રનમાં 7 વિકેટ સાથે પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. તે તેની કારકિર્દીમાં પ્રથમ વખત બોલિંગ રેન્કિંગમાં ટોચના 20માં પ્રવેશ્યો હતો. પુરૂૂષોની ઝ20 રેન્કિંગમાં, ભારતનો ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ શ્રીલંકા સામેની ત્રણ મેચની શ્રેણીમાં 178ના સ્ટ્રાઈક રેટથી 80 રન બનાવ્યા બાદ ચોથા નંબરે પાછો ફર્યો છે. શુભમન ગિલ 16 સ્થાન ચઢીને કારકિર્દીના સર્વશ્રેષ્ઠ 21મા સ્થાને પહોંચી ગયો છે.