For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

એશિયા કપમાં પાકિસ્તાનની મનમાની સામે ICC કડક કાર્યવાહીના મૂડમાં

10:59 AM Sep 19, 2025 IST | Bhumika
એશિયા કપમાં પાકિસ્તાનની મનમાની સામે icc કડક કાર્યવાહીના મૂડમાં

Advertisement

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) પર એશિયા કપ દરમિયાન નિયમોનું ગંભીર ઉલ્લંઘન કરવાનો આરોપ લાગ્યો છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) તેમની સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. પીટીઆઈ સમાચાર એજન્સીના રિપોર્ટ મુજબ, પાકિસ્તાને પ્રતિબંધિત વિસ્તારોમાં વીડિયો રેકોર્ડિંગ અને સંવેદનશીલ વાતોને જાહેર કરીને આચાર સંહિતાનો ભંગ કર્યો છે. આ અંગે આઈસીસીના સીઈઓ સંજોગ ગુપ્તાએ પીસીબીને ઈમેલ મોકલીને આ ઉલ્લંઘનોની વિગતવાર જાણકારી આપી છે.

આ ઘટના પાકિસ્તાન અને UAE વચ્ચે રમાયેલી મેચ પહેલા બની હતી. પાકિસ્તાન ટીમે એક વીડિયો જાહેર કર્યો હતો, જેમાં તેમના ખેલાડીઓ મેચ રેફરી એન્ડી પાઈક્રોફ્ટ સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. આ વીડિયોમાં પાકિસ્તાન દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, પાઈક્રોફ્ટે રવિવારે થયેલા હેન્ડશેક વિવાદમાં ગેરસમજ માટે માફી માગી હતી. જોકે, આઈસીસીના સૂત્રોનું કહેવું છે કે પાઈક્રોફ્ટે માત્ર ગેરસમજ પર ખેદ વ્યક્ત કર્યો હતો, કોઈ ઔપચારિક માફી માગી નહોતી. આઈસીસીના સૂત્રોના જણાવ્યા મુજબ, વારંવાર ચેતવણી આપવા છતાં પાકિસ્તાને નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાનના મીડિયા મેનેજર નઈમ ગિલાની ટીમ મીટિંગમાં હાજર થવા આવ્યા હતા, જોકે તેમને એ એન્ટ્રી કરવા ન દીધી હતી, કારણ કે તેઓ PMOAમાં મોબાઈલ ફોન લઈને પ્રવેશવા માંગતા હતા, જ્યાં સખત નિયમો લાગુ પડે છે. આઈસીસીના એન્ટી-કરપ્શન મેનેજરે તેમને અંદર જવાની મનાઈ ફરમાવી હતી. મીડિયા રિપોર્ટ મુજબ, આ ઘટના બાદ પીસીબીએ દબાણ કરી ધમકી આપી હતી કે, મીડિયા મેનેજરને પ્રવેશ નહીં મળે તો ટીમ મેચમાંથી હટી જશે.

Advertisement

ત્યારબાદ આઈસીસીએ એન્ટ્રી માટે અને ઓડિયો વિનાનો વીડિયો રેકોર્ડિંગ કરવાની મંજૂરી આપી હતી. આ ઙખઘઅ નિયમોનું ગંભીર ઉલ્લંઘન હતું. પાકિસ્તાને પછીથી આ મીટિંગનો વીડિયો જાહેર કર્યો હતો, જે આઈસીસીના નિયમોની વિરુદ્ધ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement