મને કોઇ વાતનો ડર નથી, વિનોદ કાંબલીએ કપિલદેવની ઓફર સ્વીકારી
પૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલીએ કપિલ દેવના રિહેબમાં જવાના પ્રસ્તાવ પર સહમતિ દર્શાવી હતી અને કહ્યું હતું કે જ્યાં સુધી તેમનો પરિવાર તેમની સાથે છે ત્યાં સુધી તેઓ કોઈ વાતથી ડરતા નથી. પૂર્વ ભારતીય ક્રિકેટર કાંબલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ દિગ્ગજ ક્રિકેટરોએ તેની તબિયત અંગે ચિંતા વ્યક્ત કરી હતી. 3 ડિસેમ્બરના રોજ, ભારતીય ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકર છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક ખાતે પ્રખ્યાત ક્રિકેટ કોચ રમાકાંત વિટ્ટલ આચરેકરની યાદમાં એક સ્મારકના અનાવરણ સમારોહ દરમિયાન તેમના બાળપણના મિત્ર વિનોદ કાંબલીને મળ્યા હતા.
આ કાર્યક્રમનો એક વીડિયો ભારતીય ક્રિકેટ સમુદાયમા્ં વાયરલ બન્યો અને વીડિયો વાયરલ થયા બાદ ઘણા ક્રિકેટરોએ વિનોદ કાંબલીની તબિયત પૂછપરછ કરી, જ્યારે કપિલ દેવ અને સુનીલ ગાવસ્કર જેવા અન્ય લોકોએ પણ તેમને મદદ કરવાની ઓફર કરી. તાજેતરમાં જ ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર બલવિંદર સિંહ સંધુએ ખુલાસો કર્યો હતો કે કપિલ દેવે કાંબલીના સ્વાસ્થ્ય વિશે તેમનો સંપર્ક કર્યો હતો અને મદદનું વચન આપ્યું હતું. કપિલ દેવની દરખાસ્ત સાથે સંમત થતાં વિનોદ કાંબલીએ સ્વીકાર્યું કે તે અત્યારે નસ્ત્રખરાબસ્ત્રસ્ત્ર નાણાકીય પરિસ્થિતિમાં છે અને તે તેના પરિવારની સંભાળ રાખવા માટે બીસીસીઆઇ તરફથી મળતા ₹30,000ના પેન્શન પર નિર્ભર છે.
ભૂતપૂર્વ ભારતીય સ્ટાર 14 વખત રીહર્બમાં માટે ગયો છે, પરંતુ કહે છે કે જો તે તેની નાણાકીય અને શારીરિક સ્થિતિમાં સુધારો કરે તો તે ફરીથી પ્રયાસ કરવા તૈયાર છે. વિકી લાલવાનીની યુટ્યુબ ચેનલ પર વાત કરતાં કાંબલીએ કહ્યું, પપણ મારી પત્નીએ જે રીતે બધું સંભાળ્યું છે તેના માટે હું તેને સલામ કરું છું. અલબત્ત, મને રીહર્બમાં જવા કોઈ ખચકાટ નથી કારણ કે જ્યાં સુધી મારો પરિવાર મારી સાથે છે, ત્યાં સુધી મને કોઈ વાતનો ડર નથી. હું તેને પૂર્ણ કરીશ અને પાછો આવીશ. હું પાછો આવીશ.