For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નાયક નહીં ખલનાયક હૂં મૈં... બાપુના વીડિયોને અડધા દી’માં 4 લાખ લાઇક

06:17 PM Oct 30, 2025 IST | admin
નાયક નહીં ખલનાયક હૂં મૈં    બાપુના વીડિયોને અડધા દી’માં 4 લાખ લાઇક

ભોં ભીની, ઘોડા ભલા, ડાબા ઉપડિયા, (કાં) મરઘાનેણી માણવા, (કાં) ખગ વાયા ખડિયા

Advertisement

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ જામનગર ખાતેના પોતાના ફાર્મ હાઉસમાં હોર્સ રાઇડિંગ કર્યુ : ઘોડેસવારવના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયામાં અપલોડ કરતા માત્ર 7 કલાકમાં 4 લાખ લાઇક અને 400થી વધુ કોમેન્ટ

આમ તો રવિન્દ્ર જાડેજા પોતાનો મોટાભાગનો સમય ક્રિકેટ પાછળ વિતાવે છે, પરંતુ બાકીનો કેટલોક સમય તે પોતાના અંગત મિત્રો એવા અશ્વો સાથે ફાર્મહાઉસમાં વિતાવે છે. સેલિબ્રિટી કોઈ પણ હોય તેમને બાઈક અથવા કાર રાઇડિંગનો શોખ હોય છે, પરંતુ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને શોખ છે હોર્સ રાઇડિંગનો. રવિન્દ્ર જાડેજા બુધવારે પોતાના ફાર્મહાઉસ પર પહોંચ્યા હતા, જ્યાં તેમણે હોર્સ રાઇડિંગ કર્યું હતું. ઘોડેસવારીના વીડિયો અને ફોટા કેપ્ચર કરી સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા હતા અને તેમાં લખ્યું હતું કે, મારા સપના તરફ દોડી રહ્યો છું. આ પોસ્ટ પર તેમના ફેન્સ દ્વારા માત્ર 7 કલાકમાં 4 લાખ લાઈક કરી 4000થી વધુ કોમેન્ટ કરી દીધી હતી.

Advertisement

તાજેતરમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાયેલ ટેસ્ટ સિરીઝમાં પ્લેયર ઓફ ધ સિરીઝનો ખિતાબ મેળવ્યા બાદ રાજકોટમાં રમાયેલ રણજી ટ્રોફીની સૌરાષ્ટ્ર અને મધ્યપ્રદેશ વચ્ચેની મેચ ડ્રો થયા બાદ રવિન્દ્ર જાડેજા બુધવારે જામનગર જિલ્લામાં આવેલ પોતાના ફાર્મ હાઉસ પહોંચ્યા હતા. અહીં તેમને પોતાના મનપસંદ અંગત મિત્રો સમાન અશ્વો સાથે સમય વિતાવ્યો હતો, જેના ફોટોગ્રાફ્સ પણ સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. આ સાથે ઘોડેશ્વારી કરતા પણ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા હતાં, જેમાં કનાયક નહિ ખલનાયક....સોંગ અપલોડ કરવામાં આવ્યું છે. જ્યારે કેપ્સનમાં મારા સપના તરફ આગળ આગળ વધી રહ્યો છું લખવામાં આવ્યું છે.

રવિન્દ્ર જાડેજાએ 8 એકરની જગ્યામાં જામનગર જિલ્લામાં ફાર્મહાઉસ વિકસાવ્યું છે, જ્યાં તેઓ પોતાની હળવાશની પળો માણતા હોય છે. અહીં તેમને પોતાના પાલતું પશુ-પક્ષી પણ રાખ્યાં છે, જેમની સાથે તેઓ સમય વિતાવતા હોય છે. અહીં અશ્વ ઉપરાંત તેઓએ બળદ અને કબૂતર પણ રાખ્યા છે. આના ઉપરથી એવું કહી શકાય કે, ક્રિકેટની સાથે-સાથે બાપુ પશુ-પક્ષીઓને પણ પ્રેમ કરે છે અને સમય મળ્યે તેમની સાથે પણ હળવાશની પળો વિતાવે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement