હું પણ કેપ્ટન બનવા માગુ છું, જયસ્વાલે કહી મન કી બાત
ભારતીય ક્રિકેટ ટીમમાં હાલમાં અનેક ફેરફારો થઈ રહ્યા છે. ટીમ ઈન્ડિયાના ઘણા દિગ્ગજ ખેલાડીઓએ અલગ-અલગ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે. ત્યારે ભારતીય કેપ્ટનશીપમાં પણ ફેરફાર થઈ રહ્યા છે. રોહિત શર્માની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ શુભમન ગિલને શરૂૂઆતમાં ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે હવે રોહિત શર્માની ટીમમાં રહેવા છતાં પણ ગિલને ઓડીઆઇ ટીમનો પણ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ દરમિયાન ભારતના યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલનું એક નિવેદન સામે આવ્યું છે, જેમાં આ ખેલાડીએ ટીમનો કેપ્ટન બનવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
યશસ્વી જયસ્વાલે રાજ શમાનીને આપેલા ઈન્ટરવ્યુમાં પોતાના મનની વાત વ્યક્ત કરી છે. જયસ્વાલે કહ્યું કે, હું દરરોજ મારી ફિટનેસ અને સ્કિલ્સ પર કામ કરી રહ્યો છું. પોતાને સુધારવા માટે દરરોજ તમારા શરીર પર સખત મહેનત કરવી જરૂૂરી છે. મને લાગે છે કે મારે હજુ પણ વધુ ફિટ થવાની જરૂૂરત છે. હું મારી જાત પર એટલું કામ કરવા માંગું છું કે એક સારો લીડર બની શકું, કારણ કે આવનારા સમયમાં એક ટીમનો કેપ્ટન બનવા માંગુ છું.